હાર્દિકે કહ્યું- ` મારું માનવું છે કે 125 કરોડ ભારતીયોનું નામ રામ રાખી લેવું જોઇએ`
ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ મહોત્સવ દરમિયાન તેમણે આ વાત પત્રકારોને કહી. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ દેશના રાજકારણની ધરી છે અને અહીંથી કેંદ્ર સરકાર નક્કી થાય છે. ઉત્તર પ્રદેશ જ દેશની દિશા તથા દશા નક્કી કરવામાં સક્ષમ છે.
નવી દિલ્હી, સંભલ: યૂપી સરકાર દ્વારા શહેરોના નામ બદલવાને લઇને રાજકારણ ચાલી રહ્યું છે. ક્યારે યોગી સરકારના પોતાના મંત્રીઓને તો ક્યારેક વિપક્ષ, યૂપી સરકાર પર નિશાન સાધી રહી છે. તો બીજી તરફ ગુજરાતના પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલે કહ્યું કે જો ફક્ત શહેરોના નામ બદલવાથી વિકાસ થઇ શકે અથવા તો દેશ સોનાની ચકલી બની શકે છે, તો બીજા ખાસ કામ કરવાની જરૂરિયાત છે. તેમણે દેશને સોનાની ચકલી બનાવવા માટે બધા 125 કરોડ લોકોના નામ 'રામ' રાખી દેવું જોઇએ.
મોદી સરકાર અને યોગી સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે આ દેશમાં બેરોજગારી, ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. પરંતુ હાલ સરકાર નામ બદલવા અને મૂર્તિઓના ચક્કરમાં છે. ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ મહોત્સવ દરમિયાન તેમણે આ વાત પત્રકારોને કહી. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ દેશના રાજકારણની ધરી છે અને અહીંથી કેંદ્ર સરકાર નક્કી થાય છે. ઉત્તર પ્રદેશ જ દેશની દિશા તથા દશા નક્કી કરવામાં સક્ષમ છે.
ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી વધુ છે. રોજગારીનો અભાવ છે યુવાનો ભટકી રહ્યા છે. સરકાર તેના માટે વિચારવું જોઇએ. હાર્દિક પટેલે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં રામ મંદિર ભાજપનો મુદ્દો છે, જે તેમની વોટ બેંક છે. તેણે કહ્યું કે ગુજરાતના દરેક ગામમાં રામ મંદિર છે અને અયોધ્યા જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં મંદિર બન્યું નથી. તેમણે કહ્યું કે ચૂંટણી આવવાની છે, એટલા માટે રામ મંદિરનો મુદ્દો જાણી જોઇને ઉછાળવામાં આવ્યો છે. આ મુદ્દો ભાજપ જાણી જોઇને ઉછાળે છે. સીબીઆઇ રાફેલ, આરબીઆઇ જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે રામ મંદિર ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે.