ચંડીગઢઃ પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ પંજાબના પ્રભારી હરીશ રાવતે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે, પંજાબમાં બેનાયબ મુખ્યમંત્રી હશે. સાથે રાવતે સ્પષ્ટ કર્યુ કે, શપથ ગ્રહણ પર અંતિમ નિર્ણય અમરિંદર સિંહે ખુદે લેવો પડશે. ચરણજીત સિંહના નામ પર પાર્ટી પહેલાથી એક હતી અને સોમવારે 11 કલાકે તેઓ નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ બનશે નાયબ મુખ્યમંત્રી?
કોંગ્રેસ પંજાબના પ્રભારી હરીશ રાવતે જણાવ્યુ કે, ડેપ્યુટી સીએમ કોણ બનશે તેનો નિર્ણય ખુદ કોંગ્રેસ દળના નવા નેતા ચરણજીત સિંહ ચન્ની લેશે. રાવતે કહ્યુ કે, સોમવારે માત્ર મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કોણ નાયબ મુખ્યમંત્રી બનશે.


આ પણ વાંચોઃ મમતાની પ્લેઇંગ 11માં બાબુલ સુપ્રિયો, TMCમાં જોડાયા બાદ કહ્યું- રિટાયર્ડ હર્ટની આશંકા વચ્ચે નવો રસ્તો શોધી લીધો  


કોંગ્રેસે બોલાવ્યા, શું કેપ્ટન જશે?
રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ- અમરિંદર સિંહ શપથ ગ્રહણમાં આવે ન આવે તે તેની મરજી છે, અમે તો તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસે અમરિંદરને આમંત્રણ મોકલ્યુ છે પરંતુ તેમના સામેલ થવા પર સસ્પેન્સ યથાવત છે. 


સોમવારે સવારે થશે શપથ ગ્રહણ સમારોહ
ચરણજીત સિંહ ચન્ની સાંજે 6 કલાકે રાજ્યપાલને મળ્યા હતા અને ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યુ છે. ત્યારબાદ તેમણે કહ્યુ કે, નવા મુખ્યમંત્રી સોમવારે સવારે 11 કલાકે શપથ ગ્રહણ કરશે. પરંતુ તેમના મંત્રી મંડળમાં કોણ સામેલ થશે તેની માહિતી હજુ સામે આવી નથી. તો નાયબ મુખ્યમંત્રી પર કહેવામાં આવ્યું કે, તેનો નિર્ણય શપથ ગ્રહણ બાદ લેવામાં આવશે. તો આ દરમિયાન સીએમ બનવાની જીદ કરી રહેલા નવજોત સિંહ સિદ્ધૂ પણ ચન્નીની સાથે ઉભા રહેશે. તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સિદ્ધૂને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube