નવી દિલ્હી: હજુ પણ સમાજમાં એવા કેટલાક લોકો છે જે લોકો પુત્રને પુત્રી કરતા વધુ લાડ કરે છે અને દીકરીઓને બોજ સમજે  છે. જો કે છેલ્લા કેટલાક સમયથી લોકોની માનસિકતામાં બદલાવ જોવા મળ્યો છે. પરંતુ કોલકાતામાં હાલમાં જ એક એવી ઘટના ઘટી કે જેને સાંભળીને પુત્રીને  બોજો ગણતા લોકોની માનસિકતા જરૂર બદલાશે. કોલકાતાની રાખી દત્તા (19 વર્ષ)ના પિતાને લિવરની ગંભીર બીમારી હતી. ડોક્ટરોએ તેમને લિવર પ્રત્યાર્પણ કરવાનું કહ્યું. રાખી અને તેના પરિવાર માટે આ કોઈ મુસિબતથી કમ નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી ફોર્મની તપાસ 22 એપ્રિલ સુધી ટળી, BJPએ નાગરિકતા પર ઉઠાવ્યાં સવાલ


ડોકર્ટરોના પરામર્શ પર રાખીએ પોતાના ભવિષ્યની પરવા કર્યા વગર પિતાને પોતાના લિવરનો 65 ટકા હિસ્સો દાન કરી દીધો. રાખીના આ પગલાથી તેના પિતાનું જીવન બચી ગયું. આજે લોકો રાખીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ ઘટના બાદથી પુત્રીને બોજો સમજતા લોકોની માનસિકતા બદલાઈ શકે છે. સંકુચિત માનસિકતાવાળા લોકોને રાખીએ અરીસો દેખાડ્યો છે. આ ઉપરાંત પિતા પરના અપાર પ્રેમનું ઉદાહરણ પણ રજુ  કર્યું છે. 


PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'


રાખીના આ પગલાંને બિરદાવતા મશહૂર બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલથી રાખી અને તેના પિતાની એક તસવીર શેર કરીને લિવર દાન કરનારી આ પ્રેરણાદાયક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રાખીના આ પગલાના ખુબ વખાણ કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે પુત્રીનો તેના પિતા માટેનો પ્રેમ હંમેશા ખાસ  હોય છે. જ્યારે કેટલાક લોકો ટ્વિટર પર એક પુત્રીના પિતા પ્રત્યેના પ્રેમને સલામ કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...