નવી દિલ્હી : દિલ્હી -એનસીઆર ક્ષેત્રમાં સતત વાતાવરણની કથળી રહેલી સ્થિતીને સુધારવા માટે સરકારે હવે કડક વલણ અપનાવતા વાયુ પ્રદૂષણ માનકોનું ઉલ્લંઘન કરવા મુદ્દે એજન્સીની પણ જવાબદારી નિશ્ચિત કરતા પ્રદૂષણ ફેલાવનારા લોકોની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધને શનિવારે આ માહિતી આપી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષવર્ધને જણાવ્યું કે, હવાની ગુણવત્તા મુદ્દે શનિવારે મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી. તેમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પાંચ શહેરો દિલ્હી, ગાઝિયાબાદ, નોએડા, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં વાયુ પ્રદૂષણની સ્થિતીની સમીક્ષામાં સામે આવ્યું કે, પાડોશમાં રહેલા ચારેય શહેરો માનકોનાં પાલન મુદ્દે અણઘડ વલણનાં કારણે કોઇ સુધારો નથી થઇ રહ્યો. 

આ કારણે સંબંદ્ધ એજન્સીઓને પણ ગુનાહિત કાર્યવાહી અંતર્ગત લાવવા સીપીસીબીની પેટ્રોલિંગ ટીમ અને તેનાં અધિકારીઓને કડકાઇ વર્તવા જણાવ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે, તેમાં જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે કે પાંચ શહેરોમાં વાયુ પ્રદૂષણના માનકનું પાલન કરાવવા માટેની રચાયેલી દળો યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ.

સ્થિતીમાં સુધારો લાવવા માટે કરાયેલા ઉપાયો પુરતા નથી
બેઠકમાં સીપીસીબીની ટીમના ફીડબેકના આધારે તે માહિતી મળી છે કે દિલ્હી ઉપરાંત એનસીઆરના ચાર શહેરો નોએડા, ગાઝીયાબાદ, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં છેલ્લા એક મહિનામાં સ્થિતી સુધારવા માટે કરાયેલા ઘણા ઉપાયો નિષ્ફળ સાબિત થયા. 
ગુનાહિત કાર્યવાહી ચાલુ કરવાની પ્રક્રિયાનું નિર્ધારણ કરીને સોમવારે તેની જાહેરાત કરવામાં આવશે. તેના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે મંત્રાલયે પાંચેય શહેરોની પર્યાવરણ સંબંધિત એજન્સીઓની બેઠક આયોજીત કરી છે.