કરનાલઃ હરિયાણાના કરનાલ (Karnal) માં એક શાળાની હોસ્ટેલમાં રહેતા 54 વિદ્યાર્થીઓ કોરોનાથી (Corona vrisu) સંક્રમિત થયા છે. કરનાલના સિવિલ સેવા સર્જન યોગેશ કુમાર શર્માએ કહ્યુ કે, અમારી ટીમે હોસ્ટેલનો પ્રવાસ કર્યો છે. હોસ્ટેલને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં શરતોની સાથે શાળા અને કોલેજ શરૂ કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણા સરકારના એક પ્રવક્તા પ્રમાણે, સ્કૂલને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી છે. જો કોઈ વિંગમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવે છે તો તે વિંગને 10 દિવસ બંધ કરી દેવામાં આવશે અને સ્કૂલને સેનેટાઇઝ કરવામાં આવશે. જો વિદ્યાર્થીઓ એકથી વધુ વિંગમાં પોઝિટિવ આવે છે તો શાળાને 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે. 


અસમના અસ્તિત્વને BJP_RSS થી ખતરો, અમારી સરકાર બની તો CAA રદ્દ કરાશેઃ પ્રિયંકા ગાંધી


તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોવિડ-19 ના એક્ટિવ કેસમાં વધારો થયો છે, પરંતુ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ બે ટકાથી પણ ઓછા છે. સંક્રમિત થયેલા 97 ટકાથી વધુ લોકો સાજા થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube