ચંડીગઢ: હરિયાણા (Haryana Assembly Election 2019)નો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. તમામ પાર્ટીઓએ પોતાની સંપૂર્ણ તાકાત ઝોંકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે હરિયાણાના ગોહનામાં રેલી સંબોધી. આ સિવાય રાજનાથ સિંહ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ રેલીઓ સંબોધવાના છે. હરિયાણાની તમામ બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ થશે. હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે ગત વિધાનસભા ચૂંટણીના શાનદાર પ્રદર્શનને દોહરાવવાનો મોટો પડકાર છે. જ્યારે કોંગ્રેસ સામે પડકાર છે કે તે સત્તામાં પાછી ફરે. વડાપ્રધાને ગોહનાની જનસભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરાઈ. 5 ઓગસ્ટથી કોંગ્રેસ અને તેમના મળતિયાઓના પેટમાં એવો દુ:ખાવો ઉપડ્યો છે કે જેના પર કોઈ દવા કામ કરતી નથી. પેટનો દુ:ખાવો કોંગ્રેસ માટે અસાધ્ય રોગ બની ગયો છે. સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ લેતા તો કોંગ્રેસ તરફડિયા મારવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ સિવાય અન્ય કોઈ મુસ્લિમ પક્ષકાર સમાધાન માટે તૈયાર નથી


પીએમ મોદીના નિશાના પર કોંગ્રેસ પાર્ટી જ હતી. તેમણે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ખેડૂતો, જવાનોના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર કલમ 370ને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસને ન તો ભારતની એક્તાની ચિંતા છે, ન તો બંધારણની ચિંતા છે. જેમને માતા ભારતની ચિંતા નથી, તેમની ચિંતા હરિયાણા કરી શકે ખરા?


વડાપ્રધાને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમારા આશીર્વાદ લેવા માટે આવી શક્યો ન હતો. પરંતુ ભાજપને તમે પૂરેપૂરી બેઠકો આપી. જેમને ભ્રમ હતો કે તેઓ આ સમગ્ર વિસ્તારના માલિક છે, તેમનો ભ્રમ જનતાએ તોડ્યો. ગોહાનાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે સાર્વજનિક જીવન જીવનારા લોકોને હરિયાણાની જનતાએ મોટો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે અખાડો ભલે કુશ્તીનો હોય કે પછી સરહદ પર ઊભા રહેવાનો, હરિયાણાના યુવાઓ હંમેશા તૈયાર રહે છે. 


તેમણે કહ્યું કે શું દેશહિતમાં નિર્ણયો ન  લેવા જોઈએ. હરિયાણાની ભાવનાને કોંગ્રેસ અને તેમના પક્ષ સમજી શકતા નથી. 5 ઓગસ્ટના રોજ શું થયું હતું, તેની કોઈ કલ્પના પણ કરી શકતું નહતું. અમારી સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ભારતને બંધારણને લાગુ કર્યું. 70 વર્ષથી જમ્મુ અને કાશ્મીર તથા લદાખના વિકાસમાં જે અડચણો હતી તેને અમે 5 ઓગસ્ટે હટાવી દીધી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...