Haryana Vidhan Sabha Chunav Exit Poll: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. રાજ્યની 90 વિધાનસભા સીટો પર શનિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક ફટકારવાની આશા લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ 10 વર્ષ બાદ સત્તામાં વાપસીનું સપનું જોઈ રહી છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઈનેલો-બસપા અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય દાવેદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ઝિટ પોલના આંકડા આવ્યા સામે
આ વખતે ચૂંટણીમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને જેજેપીના દુષ્યંત ચૌટાલા સહિત 1027 ઉમેદવારો મેદાનમાં હતા. હરિયાણા ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે. પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા છે. તમે પણ જુઓ રાજ્યમાં એક્છિટ પોલ પ્રમાણે કઈ પાર્ટીની સરકાર બની રહી છે. 


Haryana Exit Poll Result 2024: હરિયાણા એક્ઝિટ પોલના પરિણામ કોંગ્રેસના પક્ષમાં


હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે અલગ-અલગ સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલના પરિણામ આપ્યા છે. તેના અનુમાન પ્રમાણે કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. 


- ધ્રુવ રિસર્ચ મુજબ કોંગ્રેસને 50-64 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 22-32 બેઠકો મળી શકે છે.


- પી-માર્કના પોલ મુજબ કોંગ્રેસને 51-61 બેઠકો અને ભાજપને 27-35 બેઠકો મળવાની ધારણા છે.


- પીપલ્સ પલ્સ સર્વેમાં કોંગ્રેસ 49-61 સીટો પર અને બીજેપી 20-32 સીટો પર આગળ છે.


- દૈનિક ભાસ્કરના સર્વેમાં કોંગ્રેસને 44-54 બેઠકો મળતી જોવા મળી રહી છે જ્યારે ભાજપને 15-29 બેઠકો મળી રહી છે.


- એનડીટીવી પોલમાં કોંગ્રેસને 55, ભાજપને 25 અને આઈએનએલડીને 3 બેઠકો મળી શકે છે.


- ઈન્ડિયા ટીવીના પોલમાં કોંગ્રેસને 44-54 બેઠકો અને ભાજપને 19-29 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.