Covid 19: દિલ્હી બાદ હરિયાણામાં પણ એક સપ્તાહ લંબાવાયું લૉકડાઉન
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ, સુરક્ષિત હરિયાણા (લૉકડાઉન) 10 મેથી વધારી 17 મે કરી દેવામાં આવ્યું છે. હરિયાણામાં કોરોનાના પ્રસારને રોકવા માટે આકરા પગલા ભરવામાં આવશે.
ચંડીગઢઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે વાયરસની ચેન તોડવા માટે ઘણા રાજ્યોએ સંપૂર્ણ લૉકડાઉન કે લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. આ વચ્ચે હરિયાણા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે કોરોનાના વધતા કેસને જોતા જલદી આકરા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ, સુરક્ષિત હરિયાણા (લૉકડાઉન) 10 મેથી વધારી 17 મે કરી દેવામાં આવ્યું છે. હરિયાણામાં કોરોનાના પ્રસારને રોકવા માટે આકરા પગલા ભરવામાં આવશે. જલદી સરકાર આદેશ જાહેર કરશે. મહત્વનું છે કે આ પહેલા રાજ્યમાં 3 મેથી 10 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
Maharashtra માટે રાહતના સમાચાર, 5 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા
દિલ્હીમાં પણ લૉકડાઉન લંબાવાયુ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા લોકડાઉનને આગળ વધારવાની જરૂર છે. જો સરકારે આ પગલું ન ભર્યું તો કોરોના વાયરસ પર જે બઢત મળી હતી તે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને ચેઈન તોડવા માટે દિલ્હીમાં લાગૂ લોકડાઉનને એક સપ્તાહ વધુ આગળ લંબાવવામાં આવે છે. આ વખતનું લોકડાઉન પહેલા કરતા પણ કડક હશે. આ દરમિયાન દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. આ લોકડાઉન આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube