G-20 સંમેલન માટે રાખેલા ફુલોના પોટ્સની ચોરી, લાખો રૂપિયાની કારથી આવ્યા ચોર, જુઓ Video
એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિપ ગુરૂગ્રામના શંકર ચોકની છે. આ ક્લિપમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એક બાદ એક ફુલના પોટ્સ ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે.
ગુરૂગ્રામઃ હરિયાણાના ગુરૂગ્રામમાં G-20 સંમેલનને લઈને સુંદરતા વધારવા માટે લગાવેલા ફુલોના પોટ્સની ચોરી થઈ છે. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિક ગુરૂગ્રામના શંકર ચોકનો છે. આ ક્લિકમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એકબાદ એક ફુલ પોટ્સને ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર વીઆઈપી નંબર પ્લેટવાળી છે, જેની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે.
ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઈઓ એસકે ચહલે આ મામલે કાર્યવાહી કરવાનું કહ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે કહ્યું, 'આ (વાઈરલ વીડિયો) અમારા ધ્યાન પર આવ્યો છે. આરોપીઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ મામલે પગલા લેવાની માંગ કરી રહ્યા છે.
સાવધાન રહેવું પડશે, વધતી ગરમીથી એક્શનમાં કેન્દ્ર સરકાર, રાજ્યો માટે એડવાઇઝરી જાહેર
ગુરૂગ્રામમાં 1થી 4 માર્ચ વચ્ચે જી20 મીટિંગ
મહત્વનું છે કે હરિયાણાના ગુરૂગ્રામમાં 1થી 4 માર્ચ વચ્ચે ભ્રષ્ટાચાર વિરોધી જી-20 વર્કિંગ ગ્રુપની બેઠક થવાની છે. આ કાર્યક્રમમાં 39 દેશોના પ્રતિનિધિ ભાગ લઈ શકે છે, જ્યાં તે પોતાના દેશોમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી ઉપાયોની ચર્ચા કરશે. આ દરમિયાન તેના પર વાતચીત થઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર રોકવામાં કઈ રીતે સફળ રહ્યાં. સાથે આ મામલામાં હજુ શું કરી શકાય છે. જિલ્લા કમિશનર નિશાંત કુમાર યાદવે આ જાણકારી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube