ચંડીગઢ : હરિયાણાના ચર્ચિત આઇએએશ અધિકારી અશોક ખેમકાની ફરીથી બદલી થઇ ગઇ છે. તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તેઓ કેબિનેટ મંત્રી અનિલ વિજે રમત અને યુવા કાર્યક્રમ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેમકાનાં 27 વર્ષનાં કેરિયરમાં આ તેમનું 52મું ટ્રાન્સફર છે. 1991 બેચનાં આઇએએસ અધિકારી અશોક ખેમકા રોબર્ટ વાડ્રા અને ડીએલએફની જમીન ડીલને રદ્દ કર્યા બાદ ચર્ચા આવી હતી. અનેક વખત તેમની  બદલી એવા સ્થળો પર કરવામાં આવી ચુકી છે જ્યાં જુનિયર અધિકારીઓને મોકલવામાં આવતા હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાબતે ખેમકા કહી પણ ચુક્યા છે કે, સરકાર કોઇ પણ પાર્ટીની રહી હોય તેમને દરેક વખતે ઇમાનદારીની સજા ભોગવવી પડે છે. ખેમકા ઉપરાંત રવિવારે 9 અન્ય IAS અધિકારીઓ તથા એક એચસીએસ અધિકારીની બદલીઓ કરવામાં આવ્યા. તેના અનુસાર ચિકિત્સા શિક્ષણ વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) અને સરસ્વતી હેરિટેજ બોર્ડનાં સલાહકાર તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં એસીએસ અમીત ઝાને અશોક ખેમકા જગ્યા ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગમાં એસીએસ તથા સરસ્વતી હેરિટેજ બોર્ડનાં સલાહકાર બનાવવામાં આવ્યા છે. 

આ ઉપરાંત વન અને પ્રાણી વિભાગનાં એસીએસ એસએન રાયને ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા મંત્રાલય મુદ્દાનાં વિભાગનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. હરિયાણા ભવન નવી દિલ્હીમાં મુખ્ય પ્રધાન આવાસીય આયુક્ત તથા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગનાં એસીએસ રાજીવ અરોડાને તેમના હાલના કાર્યભારની સાથે સાથે અમિત ઝાનાં સ્થાને ચિકિત્સા શિક્ષા અને સંશોધન વિભાગનો વધારોનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. 

બીજી તરફ ગ્રામ અને નગર આયોજન વિભાગ તથા શહેરી સમ્પદા વિભાગનાં મુખ્ય સચિવ કુમાર સિંહને ફરીદાબાદ મહાનગર વિકાસ નિગમનાં નિર્દેશકનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.