નવી દિલ્હી: દિવાળીના દિવસે  હરિયાણામાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. ભાજપના દિગ્ગજ નેતા મનોહરલાલ ખટ્ટરે સતત બીજીવાર હરિયાણાના રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં.  ભાજપને સરકારમાં સમર્થન આપનારી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP)ના વિધાયક દળના નેતા દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમારોહ માટે દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા પણ હાજર રહ્યાં હતાં.  તેમની સાથે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ પણ સમારોહમાં હાજર હતાં. મનોહરલાલ ખટ્ટર કરનાલથી ચૂંટાઈ આવ્યાં છે. નોંધનીય છે કે જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ ઈનોલોથી અલગ થઈને નવા પક્ષની રચના કરી હતી. જનનાયક જનતા પાર્ટીએ આ વખતે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રચાર કર્યો અને 10 બેઠકો જીતવામાં સફળ રહી અને કિંગમેકરની ભૂમિકા ભજવી. 


શપથ ગ્રહણ અગાઉ ખટ્ટરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું કે હરિયાણાના તમામ નાગરિકોના આશીર્વાદથી દીપાવલીના શુભ અવસર પર બપોરે સવા 2 વાગે (રવિવાર) હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીશ. જનતાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના પર આગળ પણ ખરો ઉતરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...