Haryana: `સાથે મળીને સરકાર બદલીશું,` વિપક્ષની રેલીમાં બોલ્યા શરદ પવાર
શરદ પવારે કહ્યુ કે એક સમય એવો હતો જ્યારે દેશમાં અનાજ નહોતું ત્યારે કિસાનોએ આ સ્થિતિ બદલી અને લોહી-પરસેવો એક કરી ભરપૂર માત્રામાં અનાજ પેદા કર્યું.
ફતેહાબાદઃ હરિયાણાના ફતેહાબાદમાં રવિવારે વિપક્ષી દળોએ સંયુક્ત રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા એનસીપી ચીફ સરદ પવારે (NCP Chief Sharad Pawar) કિસાનોના મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે સરકારે પ્રથમ વચન એમએસપીનું આપ્યું હતું જે હજુ સુધી પૂરુ થયું નથી. જે લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે.
કિસાનોએ ખાદ્યાન્નમાં દેશને આત્મનિર્ભર બનાવ્યો
શરદ પવારે આગળ કહ્યુ કે એક સમય એવો હતો જ્યારે દેશમાં અનાજ નહોતું. ત્યારે કિસાનોએ આ સ્થિતિ બદલી અને પોતાના લોહી-પરસેવો એક કરી ભરપૂર માત્રામાં અનાજ ઉત્પન્ન કર્યું. તેમણે કહ્યું કે, આજે દેશમાં સ્થિતિ બદલી છે અને અનાજ ઉત્પાદનમાં આપણો દેશ એક નંબર પર છે અને તેની પાછળ માત્ર કિસાનોની મહેનત છે.
શરદ પવારે કહ્યુ કે આજે કિસાનો આત્મહત્યા કરી રહ્યાં છે. એક કિસાને આત્મહત્યા કરી છે. તેણે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો કે મેં બેન્કમાંથી લોન લીધી હતી, હવે હું તે લોન ભરી શક્યો નથી અને સરકારે મારૂ દેવુ માફ કર્યું નથી. તેથી મારે આત્મહત્યા કરવી પડી રહી છે.
PM મોદીએ દેશવાસીઓને કહ્યું ચિત્તાઓનું નામ શું રાખવું તે કહો, વિજેતાને મળશે ખાસ ઈનામ
તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને સત્તામાંથી બહાર કરીશું અને કિસાનોની સમસ્યા હલ કરવા માટે કામ કરીશું. તેમણે કહ્યું કે આજે આપણી સામે મોંઘવારીનું સંકટ છે, બેરોજગારીનું સંકટ છે પરંતુ તે તરફ કોઈ ધ્યાન આપી રહ્યું નથી.
રવિવારે હરિયાણામાં વિપક્ષના નેતા પૂર્વ નાયબ પ્રધાનમંત્રી ચૌધરી દેવીલાલની 109મી જયંતિ પર ભેગા થયા છે. ઓમ પ્રકાશ ચૌટાલાએ આ નેતાઓને ભેગા થવા આમંત્રણ આપ્યું હતું. આ રેલીમાં શરદ પવાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, આરજેડી નેતા તેજસ્વી યાદવ, શિરોમણિ અકાલીના સુખબીર સિંહ બાદલ અને સીપીઆઈએમના સીતારામ યેચુરી પણ સામેલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube