પંજાબી એક્ટર દીપ સિદ્ધુ મોત કેસમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ
ગત વર્ષ ગણતંત્ર દિવસે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને પંજાબ એક્ટર દીપ સિદ્ધુનું મંગળવારે રોડ અકસ્માતમાં મોત થયું. હવે આ મામલે હરિયાણા પોલીસને એક મોટી સફળતા મળી છે.
ચંડીગઢ: ગત વર્ષ ગણતંત્ર દિવસે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને પંજાબ એક્ટર દીપ સિદ્ધુનું મંગળવારે રોડ અકસ્માતમાં મોત થયું. હવે આ મામલે હરિયાણા પોલીસને એક મોટી સફળતા મળી છે અને જે ટ્રક સાથે દીપ સિદ્ધુની કારનો અકસ્માત થયો હતો તે ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી છે.
હરિયાણાનો રહીશ છે ટ્રક ડ્રાઈવર
આરોપી ટ્રક ડ્રાઈવરનું નામ કાસિમ છે અને તે હરિયાણાના નહુનો રહીશ છે. પોલીસે જણાવ્યું કે જે ટ્રક સાથે અકસ્માત થયો હતો તે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે. આ ટ્રક ડ્રાઈવરને આજે કોર્ટમાં રજૂ કરાશે.
ટ્રક સાથે ટકરાઈ હતી એસયુવી
દીપ સિદ્ધુનો અકસ્માત હરિયાણાના સોનીપત જિલ્લામાં ખરખૌદા પાસે કુંડલી-માનેસર-પલવલ હાઈવે પર થયો હતો. તે સમયે એસયુવી ટ્રક સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દીપ સિદ્ધુનું મોત થયું હતું.
અકસ્માત વખતે મંગેતર પણ સાથે હતી
અકસ્માત સમયે દીપ સિદ્ધુની સાથે તેની મંગેતર રીના રાય પણ હતી. રોડ અકસ્માતમાં રીના પણ ઘાયલ થઈ હતી. જો કે હવે તે સંપૂર્ણ રીતે ઠીક છે. રીના રાય લાંબા સમયથી દીપ સિદ્ધુ સાથે પોતાના સંબંધોના કારણે સતત ચર્ચામાં રહી છે.
ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવ્યો હતો દીપ સિદ્ધુ
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પાસે થયેલી હિંસાના આરોપમાં દીપ સિદ્ધુને 9 ફેબ્રુઆરી 2021ના રોજ ધરપકડ કરવામાં આવ્યો હતો. લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપ બાદ દીપ સિદ્ધુ અનેક દિવસો સુધી ફરાર રહ્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube