લો બોલો...જમીનમાં નહીં પણ હવામાં ઉગશે બટાકા, ઉત્પાદન 10 ગણું વધારે, જાણીને છક થશો
માટીમાં બટાકા ઉગતા તો આપણે બધાએ જોયા જ છે. પરંતુ હરિયાણામાં હવે હવામાં બટાકા ઉગશે અને ઉત્પાદન પણ લગભગ 10થી 12 ગણુ વધારે થશે.
કમરજીત સિંહ વિર્ક, કરનાલ: માટીમાં બટાકા ઉગતા તો આપણે બધાએ જોયા જ છે. પરંતુ હરિયાણામાં હવે હવામાં બટાકા ઉગશે અને ઉત્પાદન પણ લગભગ 10થી 12 ગણુ વધારે થશે. હરિયાણાના કરનાલ જિલ્લામાં આવેલા બટાકા ટેક્નોલોજી કેન્દ્રમાં આ ટેક્નોલોજી પર કામ પૂરી કરાયું છે. એપ્રિલ 2020 સુધીમાં ખેડૂતો માટે બીજ બનાવવાનું કામ પણ શરૂ થઈ જશે. આ ટેક્નોલોજીનું નામ છે એરોપોનિક. જેમાં જમીનની મદદ વગર જ હવામાં પાકનું વાવેતર થઈ શકે છે. જે હેઠળ મોટા મોટા બોક્સમાં બટાકાના છોડને લટકાવવામાં આવે છે. જેમાં જરૂરિયાત મુજબ પાણી અને પોષક તત્વો નાખવામાં આવે છે.
CAA Protest: દિલ્હીમાં અશાંતિ માટે કોંગ્રેસના નેતૃત્વમાં ટુકડે-ટુકડે ગેંગ જવાબદાર- અમિત શાહ
કરનાલના શામગઢ ગામમાં આવેલા બટાકા ટેક્નોલોજી કેન્દ્રના અધિકારી ડો. સતેન્દ્ર યાદવે જણાવ્યું કે આ સેન્ટરનું ઈન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એક એમઓયુ થયું છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા એરોપોનિક ટેક્નોલોજીના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. બટાકાના બીજનું ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે આપણે ગ્રીન હાઉસ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતાં, જેમાં ઉત્પાદન ઓછું થતું હતું. એક છોડથી 5 નાના બટાકા મળતા હતાં, જે ખેડૂત ખેતરોમાં વાવતો હતો.
ડિટેન્શન સેન્ટરને લઈને ઘમાસાણ, રાહુલ ગાંધીએ કહ્યું- 'RSSના PM ભારતમાતાને ખોટું બોલે છે'
12 ગણું સુધી વધશે ઉત્પાદન
ત્યારબાદ માટી વગર કોકોપિટમાં બટાકાના બીજનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. જેમાં ઉત્પાદન લગભગ બમણું થયું. પરંતુ હવે એક ડગલું આગળ વધતા એરોપોનિક ટેક્નોલોજીથી બટાકાનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં માટી વગર, જમીન વગર બટાકાનું ઉત્પાદન કરાશે. જેમાં એક છોડ 40થી 60 નાના બટાકા આપશે. જેમને ખેતરમાં બીજ તરીકે વાવેતર કરી શકાશે. આ ટેક્નોલોજીથી લગભગ 10થી 12 ગણુ ઉત્પાદન વધશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube