નવી દિલ્હી: હરિયાણાના મેવાતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે 8 લોકો દ્વારા એક બકરી સાથે ગેંગરેપની ઘટનાનો ખુલાસો કર્યો છે. આરોપ છે કે બળાત્કારના એક દિવસ બાદ બકરીનું મોત થઈ ગયું. બકરીના માલિકે 26 જુલાઈના રોજ પોલીસમાં આ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ હવે તેની તપાસ થઈ રહી છે. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ આ શરમજનક વારદાત મેવાતના મરોડા ગામની હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું પણ કહેવાય છે કે આ મામલાની જાણ થતા ગ્રામીણોએ ગેંગરેપના 3 આરોપીઓને પકડીને ખુબ માર માર્યો હતો. પરંતુ ભીડે તેમને પોલીસને હવાલે કરવાની જગ્યાએ છોડી દીધા હતાં. આ બાજુ પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓ ભાગી ગયા છે. મૃત બકરીનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે અને તપાસ ચાલુ છે. 



મેવાતના નગીના પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રાજબીરે જણાવ્યું કે એક વ્યક્તિ અસલૂએ 26 જુલાઈના રોજ ફરિયાદ કરી છે કે તેની બકરી સાથે 25 જુલાઈના રોજ સવકર, હારુન, ઝફર અને અન્ય પાંચ લોકોએ ગેંગરેપ કર્યો. અન્ય પાંચની ઓળખ થઈ શકી નથી.