નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Election Results 2019) ના અંતિમ વલણોમાં (બપોરે 1.30 વાગ્યા સુધી) જ્યાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બનેલી છે. તો બીજી તરફ ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party) કિંગમેકર બનીને ઉભરી આવી છે. ઇનેલોથી છુટાપડીને નવી બનાવેલી આ પાર્ટીએ આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટીના સારા પ્રદર્શનનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો પ્રથમ સીટ જેજેપીએ જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેજેપીએ શાહબાદ (એસસી) સીટ પર આ જીત નોંધાઇ. ચૂંટણી કમિશનના અનુસાર શાહબાદ (એસસી) સીટ પરથી જેજેપી ઉમેદવાર રામકરણે પોતાના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવાર અને રાજ્યમંત્રી કૃષ્ણ કુમાર બેદીને મોટા અંતરથી હરાવ્યા છે. આ અંતર 371227 મતોથી રહ્યું. ચૂંટણી કમિશનના અનુસાર આ પ્રકારની પહેલી સીટ જેજેપીએ જીતી. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં કૃષ્ણ કુમાર બ એદીએ આ સીટ પર ફક્ત 562 મતોથી જીતી લીધી હતી. 


52 વર્ષ કૃષ્ણ કુમાર બેદી વર્ષ 1994માં થાનેસર નગર પરિષદથી પાર્ષદ બન્યા હતા. વર્ષ 2005માં ભાજપની ટિકીટ પર તેમણે રાદૌર વિધાનસભાથી ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગયા. ત્યારબાદ પણ 2009માં તેમણે શાહાબાદથી ભાજપની ટિકીટ પર બીજીવાર ચૂંટણી લડી હતી, પરંતુ અહીં પણ તેમને હાર મળી. ત્યારબાદ વર્ષ 2014ની ચૂંટણીમાં તેમણે ઇનેલોના ઉમેદવારને હરાવ્યા હતા. તેમણે ખટ્ટર સરકારમાં સામાજિક ન્યાય તથા અધિકારિતા રાજ્યમંત્રીનું પદ મળ્યું હતું.