નવી દિલ્લીઃ વૃક્ષોના જતન માટે હરિયાણાની સરકારે લીધું ખુબ મોટું પગલું. હરિયાણા એક એવી અનોખી સ્કીમ લઈને આવી છેકે, આનાથી વૃક્ષોનું પણ જતન થશે અને લોકોને પણ પૈસા મળશે. હરિયાણામાં ‘પ્રાણ વાયુ દેવતા સ્કીમ' ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ હવે કરનાલમાં વૃક્ષોના સંરક્ષણ માટે પ્રદેશ સરકારે જિલ્લાની અલગ અલગ પંચાયતો અને શહેરી વિસ્તારમાં આવેલ ૭૫ થી ૧૫૦ વર્ષ જૂના ૧૨૦ વૃક્ષો માટે જિલ્લા વન વિભાગે પ્રથમ વર્ષ માટે ૨૭૫૦ રૂપિયાની પેન્શન જારી કરી દીધી છે. આ માટે વિભાગને ૩.૩૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવ પ્રકારના વૃક્ષોને પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ૪૯ પીપળાના વૃક્ષ અને 36 વડના વૃક્ષ સામેલ છે. આ વૃક્ષોની ઉંમર 75 થી 150 વર્ષ સુધીની છે. વૃક્ષોના સંરક્ષણ બાબતે કાછવા અને ગોલી ગાવ સૌથી આગળ છે. બંને ગામોના સાત-સાત વૃક્ષોની પેન્શન માટે પસંદગી કરવામાં આવી છે. વૃક્ષોની જાળવણી માટે તેના જમીન માલિકોને પેન્શન આપવાની શરૂઆત કરનાર હરિયણા દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.


જિલ્લા વન અધિકારી જયકુમાર નરવાલે જણાવ્યું હતું કે જુના વૃક્ષો જીવન માટે જરૂરી ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. આવા વૃક્ષો જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેમણે તમામ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે તે આવા વૃક્ષો શોધીને પેન્શન માટે અરજી કરે.વૃક્ષો જે જમીન પર છે તેના માલિકો પેન્શન માટે અરજી કરી શકે છે. ત્યારબાદ એક કમિટી આ વૃક્ષની સમીક્ષા કર્યા પછી પેન્શન મંજૂર કરશે.


પસંદ પામેલા એક વૃક્ષ માટે વાર્ષિક ૨૭૫૦ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. પેન્શનની આ રકમ ડાયરેક્ટ જમીન માલિકના ખાતામાં જમા કરવામાં આવે છે. વૃક્ષની જાળવણી માટે પેન્શનની આ રકમ જમીન માલિકને આપવામાં આવે છે. 75 થી 150 વર્ષ જૂના વૃક્ષ જે જમીન પર છે તેના માલિકને વૃક્ષની જાળવણી માટે પેન્શન અપાય છે.