કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટ પાસે કેટલી સંપત્તિ? ચાર કાર, એક સ્ટૂકી, ઘરની કિંમત પણ જાણો
Vinesh Phogat Net Worth: જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની કુલ જંગમ અને જંગમ સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી છે. તેમણે બુધવારે 11મી સપ્ટેમ્બરે કોંગ્રેસની ટિકિટ પર પોતાનું નામાંકન જાહેર કર્યું છે.
ચંદીગઢઃ હરિયાણાની જુલાના બેઠક પર નોમિનેશનની અંતિમ તારીખ ગુરુવારે પૂરી થઈ રહી છે... તે પહેલાં બેઠક પર મુકાબલો વધારે રોચક બની ગયો છે... કેમ કે કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે... તો ભાજપે કેપ્ટન યોગેશ બૈરાગી અને આમ આદમી પાર્ટીએ કવિતા દલાલને મેદાનમાં ઉતારી છે... ત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા પછી વિનેશ ફોગાટે શું કહ્યું?... જુલાના બેઠકનો શું છે ઈતિહાસ?... જોઈશું આ અહેવાલમાં...
આ શબ્દો એક રેસલરના નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટના છે... પહેલાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા પછી પાર્ટીએ તેમને જુલાના બેઠક પરથી ટિકિટ પણ આપી દીધી... હરિયાણાના સાંસદ દીપેન્દ્ર હૂડ્ડા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર ઓફિસ પહોંચીને વિનેશ ફોગાટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું... ફોર્મ ભર્યા બાદ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો...
વિનેશ ફોગાટ જો ચૂંટણી જીતીને વિધાનસભામાં જશે તો શું કરશે તે અંગે પણ મોટો ખુલાસો તેમણે કરી દીધો. જોકે વિનેશ ફોગાટ માટે જુલાના બેઠક જીતવી એટલી સરળ નથી... કેમ કે ભાજપે અહીંયા કેપ્ટન યોગેશ બૈરાગીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ લેડી ખલી કવિતા દલાલને ઉતારી છે. જેજેપીએ ધારાસભ્ય અમરજીત ઢાંડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે...
જુલાના બેઠક જીતવી કોંગ્રેસ માટે સૌથી જરૂરી છે... કેમ કે કોંગ્રેસ છેલ્લાં 15 વર્ષથી આ બેઠક જીતી શકી નથી... પરંતુ કોંગ્રેસે વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારીને હુકમનો એક્કો નાંખી દીધો છે... આ સીટ જાટના પ્રભાવવાળી માનવામાં આવે છે... જુલાના વિનેશની સાસરી છે... કોંગ્રેસનો પ્રયાસ આ મુદ્દાને લોકોની વચ્ચે લઈ જવાનો છે... જુલાના બેઠકના ઈતિહાસ પર નજર કરીએ તો...
આ પણ વાંચોઃ 'આ લોકો જેલમાં જવાને લાયક છે, 20 બેઠકો વધુ આવી હોત તો...', આ નેતાએ આપી ખુલ્લી ધમકી
2005માં કોંગ્રેસના શેરસિંહનો 6822 મતથી વિજય થયો હતો.
2009માં INLDના પરમિંદર સિંહ ધુલનો 12,811 મતથી વિજય થયો હતો.
2014માં INLDના પરમિંદર સિંહ ધુલે 22,806 મતથી જીત મેળવી હતી...
2018માં JJPના અમરજીત ઢાંડાનો 24,193 મતથી વિજય થયો હતો.
વિનેશની સંપત્તિ
વિનેશ ફોગાટે નામાંકન ભરતી વખતે જારી કરેલા સોગંદનામામાં, તેણીએ વર્ષ 2023-2024 માટે તેની કુલ આવક 13 લાખ 85 હજાર 152 રૂપિયા નોંધી છે. તે જ સમયે, વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠીની વાર્ષિક આવક લગભગ 3.44 લાખ રૂપિયા છે. આ સિવાય વિનેશ ફોગાટ પાસે 1.95 લાખ રૂપિયા અને તેના પતિ પાસે 15 હજાર રૂપિયા રોકડા છે.
વિનેશ ફોગાટની કુલ સ્થાવર સંપત્તિ જેમાં વાહનો, સોનું, બોન્ડ, બેંક એકાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે તે લગભગ રૂ. 1.10 કરોડ છે. જેમાં Volvo XC60 કાર, Hyundai Creta, Toyota Inova અને TVS Jupiter વાહનોનો સમાવેશ થાય છે. દરમિયાન, ફોગટના પતિ પાસે મહિન્દ્રા સ્કોર્પિયો છે. આ સિવાય વિનેશ ફોગાટ પાસે 2 કરોડ રૂપિયાની કુલ સ્થાવર મિલકત છે.