નવી દિલ્હીઃ તિર્વિદ પ્રીતિકા મજૂમદાર અનુસાર હાથની રેખાઓ અને નિશાન ગમે તે વ્યક્તિનું રાઝ ખોલી શકે છે અને તે વ્યક્તિનું ભવિષ્ય પણ જણાવે છે. જો તમારી હથેળી પર ત્રિશૂલનું નિશાન છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. આ તે વાતનો સંકેત આપે છે કે તમારૂ નસીબ ખુબ સારૂ છે. ત્રિશૂલનું નિશાન દરેકની હથેળી પર જોવા મળતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથમાં ત્રિશૂલનો શું અર્થ છે
પરંતુ જે લોકોના હાથમાં ત્રિશૂલનું આ નિશાન હોય છે તેમાં પણ આ નિશાન કઈ જગ્યા પર છે તેને જાણવું ખુબ જરૂરી છે. ખુબ ઓછા લોકો છે જેની હથેળી પર લકી પોઝિશન પર ત્રિશૂલનું નિશાન હોય છે. તો ચેક કરો તમારો હાથ. ત્રિશૂલની બે સ્થિતિ હોઈ શકે છે. એક ત્રિશૂલ ઉપરની તરફ એટલે કે આંગળીઓની દિશામાં અને બીજુ નીચે તરફ જતું ત્રિશૂલ. તેમ કહેવામાં આવે છે કે ઉપરની દિશા તરફનું ત્રિશૂલ ખુબ સકારાત્મક અને વધુ પ્રભાવશાળી હોય છે, જ્યારે નીચેની દિશાનું ત્રિશૂલ ઓછું પ્રભાવશાળી હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube