નવી દિલ્હીઃ હાથરસ કાંડમાં એક નવી જાણકારી સામે આવવાથી ટ્વિટર પર હલચલ વધી ગઈ છે. રિપોર્ટસ અનુસાર, પીડિતાના ઘરમાં એક મહિલા નકલી સંબંધી બનીને રહેતી હતી. ખુદને પીડિતાની ભાભી ગણાવનાર આ મહિલાનું નક્સલ કનેક્શન મળ્યું છે જેની તપાસ પોલીસ કરી રહી છે. તેની માહિતી મળતાની સાથે ટ્વિટર પર ભાભીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં 'ફેક નક્સલ ભાભી' હેશટેગ ટોપ ટ્રેન્ડ્સમાં સામેલ થઈ ગયો. લોકો આ નવી જાણકારી બાદ સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું ષડયંત્રની વાત કહેવામાં આવી રહી છે તે સાચી છે. ઘણા યૂઝરોએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. કેટલાક પત્રકાર પણ નિશાના પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે પ્રિયંકા પર સાધ્યું નિશાન
#FakeNaxalBhabhi હેશટેગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાથરસ કાંડ ''એક વિચારશીલ ષડયંત્ર'' છે. ભાજપના ઘણા પદાધિકારીઓએ સીધા પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કર્યાં છે. પૂર્વ સાંસદ ગીતા કોટપલ્લીએ પ્રિયંકાની વાયરલ તસવીર શેર કરીને પૂછ્યું, 'આ મહિલા કોણ છે? તે પીડિતાના માના નથી તો ઘરમાં કઈ રીતે ઘૂસી? તેને પ્રિયંકાને ગળે મળવા કોણે દીધી? આ મહિલાનું બરખા દત્તે ઈન્ટરવ્યૂ કર્યું હતું. આ એક 'એક વિચારશીલ ષડયંત્ર લાગે છે.' ભાજપના સૌરભેપણ આ ફોટો ટ્વીટ કરી પૂછ્યુ- 'શું ફેક ગાંધી ફેક નક્સલ ભાભીને ગળે લગાવી રહી છે.?'


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર