Sakar Hari: બાબાનો રહસ્યલોક: આ કારણસર પહેરતો હતો અલગ અલગ કલરના ચશ્મા? જાણી અચંબિત થશો
Hathras Stampede: આ ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલા બધાના મોત માટે જવાબદાર બાબા આખરે પોલીસની પકડમાં કેમ આવી રહ્યા નથી? આ સાથે જ તમને એ પણ જણાવીશું કે રહસ્યમયી પાખંડલોક અને કથિત જાદુઈ ચશ્મા વિશે..
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે હાથરસમાં ભાગદોડ ઘટનાના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલા બધાના મોત માટે જવાબદાર બાબા આખરે પોલીસની પકડમાં કેમ આવી રહ્યા નથી? આ સાથે જ તમને એ પણ જણાવીશું કે રહસ્યમયી પાખંડલોક અને કથિત જાદુઈ ચશ્મા વિશે...જેના દ્વારા ચમત્કાર થતા જોવાના દાવા કરાતા હતા.
પાખંડલોક અને 'જાદુઈ ચશ્મા'
બાબા નાની ઉંમરની મહિલાઓ વચ્ચે પોતાને ભગવાન શ્રીકૃષ્ણના નવા અવતાર તરીકે રજૂ કરતા હતા અને સૂટ બૂટ પહેરીને કોઈ ઓફિસરની જેમ મહિલાઓ માટે ઝૂલા પર બેસીને એક વિશેષ દરબાર લગાવતા હતા. હવે અમે તમને બાબાના અંધવિશ્વાસના ચશ્મા વિશે જણાવીશું જેનાથી તેઓ ભક્તોના દરેક કષ્ટ દૂર કરવાનો દાવો કરતા હતા.
- સૂરજપાલ દર મંગળવારે એક રંગીન ચશ્મા પહેરતા હતા.
- બાબા દિવ્ય દ્રષ્ટિથી ભક્તોની સારવારનો દાવો કરતા હતા.
- વાદળી રંગના ચશ્માથી બીમારી ઠીક કરવાનો દાવો કરવામાં આવતો હતો.
- લીલા રંગના ચશ્માથી ભક્તોના ભૂત પ્રેત ઉતારવાનો દાવો કરાતો હતો.
- ભૂખરા અને કાળા ચશ્માથી જે ભક્તોના જીવનમાં શાંતિ ન હતી તેમને બાબા શાંતિ આપતા હોવાનો દાવો થતો હતો.
- ભક્તોનો વિશ્વાસ હતો કે ચશ્મા ઉતારતા જ બાબાની દ્રષ્ટિ તેમના પર પડશે તો તેમના જીવનના કષ્ટ દૂર થઈ જશે.
- આ સિવાય સામાન્ય દિવસોમાં બાબા નંબરના ચશ્મા પહેરેલા જોવા મળતા હતા.
કાનૂનના સકંજાથી દૂર કેમ?
હવે તમને પણ એમ થતું હશે કે આ ઘટના બાદ આટલા ધમપછાડા છતાં બાબા પકડમાં કેમ આવતા નથી?
- બાબા કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ વાપરતા નથી.
- સર્વિલાન્સ ડિવાઈસ ન હોવાના કારણે તેઓ પકડથી દૂર છે.
- આ સત્સંગના આયોજકોએ પણ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.
- અકસ્માતવાળા દિવસે 5થી 8 વાગ્યા વચ્ચે બધાએ ફોન બંધ કરી દીધા હતા.
- પોલીસની નોકરી દરમિયાન બાબા Local Intelligence Unit માં કામ કરતા હતા.
- આ કારણે સૂરજપાલને ઈન્ટેલિજન્સના કામનો અનુભવ હતો એટલે કે તેને ખબર હતી કે પોલીસની પકડથી કેવી રીતે બચી શકાય છે.
- સૂરજપાલના સત્સંગમાં વીડિયો બનાવવાની મનાઈ હતી.
- કારણ કે આ વીડિયો અંધવિશ્વાસના પુરાવા બની શકે તેમ હતા.
મૈનપુરીમાં બાબાનો મહેલ, હવે લાપત્તા લોક બની ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા એક વર્ષમાં અડધા ડઝનથી વધુ લોકો ગાયબ થઈ ચૂક્યા ચે. લાપત્તા થઈ ચૂક્યા છે. જેમાંથી કેટલાકે FIR નોંધાવી તો કેટલાક બાબા અને તેમના સેવાદારોના ડરથી એફઆઈઆર સુદ્ધા નોંધાવી શક્યા નથી.
સાકાર હરિનો 'ઈન્દ્રલોક'
પૌરાણિક કથાઓમાં જે પ્રકારે ઈન્દ્ર પોતાના દરબારમાં અપ્સરાઓને નચાવતા હતા બરાબર એવો શોખ બાબા સાકાર હરિને પણ હતો. તેઓ પોતાની સામે મહિલા સેવાદારોને ડાન્સ કરાવતા હતા. તેમના સત્સંગ પંડાળમાં પણ સેવાદાર મહિલાઓ ડાન્સ કરતી જોવા મળી હતી. બાબાએ ચમત્કારના નામે પોતાના ભ ક્તોમાં ભ્રમજાળ ફેલાવી રાખી હતી. જે વિસ્તારના તેઓ રહીશ છે તે જગ્યાના લોકોએ જ તેમની ધૂર્તતા ઉજાગર કરી છે.