આ શહેરના DM નો પુત્ર ગામડાના બાળકો સાથે આંગણવાડીમાં ભણે છે, જમીન પર બેસીને ખાય છે મિડ ડે મીલ
DM અર્ચના વર્મા દેશની બ્યુરોક્રેસી માટે એક જીવંત મિસાલ જેવા છે. જેઓ સામાન્ય અને ખાસ..એવા ભેદભાવમાં માનતા નથી. તેઓ એક એવા સમાજનું નિર્માણ ઈચ્છે છે જ્યાં કોઈ ભેદભાવ નહીં બધા સરખા હોય...એટલે જ તેમનો પુત્ર જિલ્લાની કોઈ હાઈફાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નહીં પરંતુ આંગણવાડીમાં ભણે છે.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ડીએમ અર્ચના વર્મા સરકારી ઓફિસર અને કર્મચારીઓની સાથે સાથે અન્ય લોકો મટે પણ કોઈ મિસાલથી જરાય કમ નથી. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તેમનો 2 વર્ષનો પુત્ર અભિજીત જિલ્લાની કોઈ હાઈફાઈ સ્કૂલમાં નહીં પરંતુ આંગણવાડીમાં ભણે છે. ડીએમ અર્ચના વર્મા એક પ્રેરણા સ્ત્રોત છે, તેમનું માનવું છે કે બીજા સાથે એવો વ્યવહાર ન કરો જે તમને પોતાના માટે પણ પસંદ ન હોય. આ જ કારણ છે કે તેમનો પુત્ર રોજ આંગણવાડીમાં આવે છે અને વિસ્તારના બાકી બાળકો સાથે એ જ માહોલમાં રોજ ચાર કલાક પસાર કરે છે.
અભિજીતની તસવીરો જોઈને કોઈ પણ એ વિચાર કરવા માટે મજબૂર થઈ જાય કે આવું ખરેખર હોઈ શકે છે કે એક ડીએમનો પુત્ર કોઈ મોટી શાળામં ન જઈને આંગણવાડી કેન્દ્રમાં તાલીમ લઈ રહ્યો છે. સામાન્ય બાળકની જેમ અભ્યાસ કરે છે. ગામડાના બાળકો સાથે રોજ આંગણવાડીમાં જમીન પર બેસીને જ ખાય છે (મિડ ડે મીલ ભોજન) ત્યારબાદ તે ખેલે કૂદે છે.
આવા હોવા જોઈએ DM
દરેક અધિકારી પોતાના બાળકોને મોટી મોટી શાળાઓમાં તાલીમ અપાવવા માંગતા હોય છે પરંતુ હાથરસના ડીએમએ જે કર્યું તે ખરેખર પ્રશંસનીય છે. આ સમાચાર એવા છે જેને દેશના 140 કરોડ લોકોએ વાંચવા જ જોઈએ. આવા સારા સમાચાર ભારતના સમાજ અને સિસ્ટમમાં બદલાવની આશા જગાડે છે. કારણ કે ડીએમએ પોતાના પુત્રનું એડમિશન કોઈ મોટી નર્સરી સ્કૂલમાં નહીં પરંતુ ઘરની પાસે બનેલા આંગણવાડી કેન્દ્રમાં કરાવ્યું છે. ડીએમ અર્ચના વર્માએ આમ કરીને બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં ડીએના બાળકની તસવીરો લોકો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ કરી રહ્યા છે.
પુત્રી પણ આવે છે આંગણવાડીમાં
હાથરસના ડીએમ અર્ચના વર્માની એક મોટી પુત્રી પણ છે. તે પણ છાશવારે આ સેન્ટર પર જોવા મળે છે. ડીએમનો પુત્ર અહીં છેલ્લા 3 મહિનાથી અભ્યાસ કરી રહ્યો છે. હકીકતમાં આ આંગણવાડી સેન્ટર તેમના ઘરથી થોડે દૂર આવેલા એક ગામમાં છે. હાથરસના જિલ્લા કાર્યક્રમ અધિકારી ધીરેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું કે આ આંગણવાડીમાં ડીએમના બાળકને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી નથી. ગામના એક ગરીબ વ્યક્તિનો બાળક જે ખાય છે તે જ ડીએમનો પુત્ર ખાય છે. અહીં ભણતા દરેક બાળક સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવે છે. અહીં 34 બાળકો ભણે છે. હવે આ આંગણવાડી કેન્દ્રમાં ડીએમના બાળકના એડમિશન બાદ સતત બાળકોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. ગામની તમામ મહિલાઓ ડીએમના બાળકને જોવા માટે શાળામાં આવે છે, લોકો તો એમ પણ કહે છે કે DM હોય તો આવા.
હાથરસ જિલ્લામાં કુલ 1712 આંગણવાડી કેન્દ્ર ચાલે છે. જ્યાં લગભગ દોઢ લાખ બાળકો રજિસ્ટર્ડ છે. દર્શનાના આંગણવાડી કેન્દ્રમાં ડીએમ મેડમનો પુત્ર ભણે છે. ડીએમએ પોતાના પુત્રને આંગણવાડીમાં ભણાવીને બધાને સંદેશો આપ્યો છે કે સરકારી શાળાઓમાં પણ અભ્યાસ થાય છે. અભિજીત પણ સામાન્ય બાળકોની સાથે બેસીને જ ભણે છે.
ડીએમ અર્ચના ફરિયાદીઓની વાત ધ્યાનથી સાંભળે છે. તે યુપી અને કેન્દ્ સરકારની યોજનાઓનો 100 ટકા લાભ જનતાને અપાવવા પર ભરોસો કરે છે. તમામ માનવીય ગુણોથી ભરપૂર આ ઓફિસરમાં લોકોની સેવા કરવાનો જુસ્સો છે, જેના ગામવાળા પણ કાયલ છે. જિલ્લાની વૃદ્ધ મહિલાઓ હોય કે પછી બાળકો બધા તેમની સાથે પરિજનોની જેમ જ હળીમળીને વાત કરે છે.
લોકોનું કહેવું છે કે દેશને આવા જ ઓફિસરોની જરૂર છે. જે સમાજને નવી દિશા આપતા બદલાવની નવી બહાર લાવવામાં તન મન ધનથી પરોવાયેલા છે. જે દિવસે દેશના નેતાઓ અને ઓફિસરોના બાળકો આ રીતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરવાની સાથે સાથે સરકારી હોસ્પિટલોમાં ઈલાજ કરાવવા લાગશે તે દિવસે દેશ બદલાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube