દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
જૂની દિલ્હીના હૌજકાજી વિસ્તારમાં 100 વર્ષ જૂના મંદિરમાં થયેલી તોડફોડ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના કમિશનર અમુલ્ય પટનાયકને તલબ કર્યાં. ગૃહ મંત્રીએ આ ઘટનાને લઈને પોલીસ કમિશનર સામે નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: જૂની દિલ્હીના હૌજકાજી વિસ્તારમાં 100 વર્ષ જૂના મંદિરમાં થયેલી તોડફોડ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના કમિશનર અમુલ્ય પટનાયકને તલબ કર્યાં. ગૃહ મંત્રીએ આ ઘટનાને લઈને પોલીસ કમિશનર સામે નારાજગી વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે 30 જૂનની રાતે હૌજકાજીની દુર્ગા મંદિર ગલી વિસ્તારમાં પાર્કિંગ મામલે થયેલા વિવાદ બાદ મુસ્લિમ સમાજના કેટલાક યુવકોએ મંદિરમાં પથ્થરમારો કર્યો અને ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી નાખી હતી. ત્યારબાદથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ પેદા થયો હતો. બે દિવસ સુધી વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષાદળોની તહેનાતી રહી. મંદિરને પણ બંધ રાખવામાં આવ્યું. પરંતુ પોલીસે બંને સમુદાયો વચ્ચે વાતચીત દ્વારા મામલાને ઉકેલ્યો છે.
દિલ્હી: દુર્ગા મંદિરમાં ફરી શરૂ થઈ પૂજા, ખંડિત મૂર્તિઓ બદલી નાખવામાં આવી
રિપોર્ટ્સ મુજબ આ ઘટનાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ છે. તેમણે દિલ્હીના પોલીસ ચીફને ફટકાર પણ લગાવી. કહેવાય છે કે શાહ આ મામલે દિલ્હી પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીથી ખુશ નથી. શાહ સાથે મુલાકાત બાદ પોલીસ કમિશનર પટનાયકે જણાવ્યું કે તેમણે ગૃહ મંત્રીને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી છે. હવે જો કે હોજકાજીમાં સ્થિતિ સામાન્ય છે. મંદિરમાં તોડફોડ મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે.
જુઓ LIVE TV