નવી દિલ્હી: જૂની દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં બુધવારે સવારે ફરીથી પૂજા શરૂ થઈ. વિસ્તારમાં 30 જૂનના રોજ થયેલી હિંસા બાદ લગભગ 100 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા બે દિવસથી પૂજા થતી નહતી. અહીં કેટલાક ઉપદ્રવીઓએ મંદિરમાં તોડફોડ કરી હતી. ત્યારબાદથી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે તણાવ પેદા થયો હતો. પોલીસે મંદિરમાં તોડફોડ કરનારા 3 યુવકોની ધરપકડ કરી હતી. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં સતત સુરક્ષા  બંદોબસ્ત વચ્ચે બંને સમુદાયના લોકોને સમજાવીને આ મામલે થાળે પાડવામાં આવ્યો છે. આજે સવારે આ મંદિરમાં આરતી થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે હિન્દુ રક્ષા દળના સેંકડો કાર્યકરો જે મંદિરમાં તોડફોડ કરાઈ હતી ત્યાં પહોંચ્યાં. હિન્દુ રક્ષા દળના લોકોએ પહેલા જય શ્રીરામ અને હર હર મહાદેવના નારા લગાવ્યાં. ત્યરાબાદ રસ્તા પર વચ્ચેવચ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. પાઠ કર્યા બાદ તમામ લોકો નારા લગાવતા ત્યાંથી નીકળ્યાં. લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખતા પોલીસે બધાને હટાવ્યાં જેથી કરીને વિસ્તારમાં શાંતિ બહાલ થઈ શકે. 


વિસ્તારમાં શાંતિ બહાલ કરવા માટે દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓએ આખો દિવસ અમન કમિટી સાથે બેઠક કરી. બંને પક્ષોએ શાંતિ બહાલ કરવા માટે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ કરી. કમિટીમાં તારા ચંદ સક્સેના અને જમશેદ અલી સિદ્દીકી હાજર હતાં. જમશેદ સિદ્દીકીએ કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી  કરે અને મંદિરમાં જે તોડફોડ થઈ છે તેના નિર્માણમાં મુસ્લિમ સમાજ દરેક શક્ય મદદ કરશે. કાલથી મંદિરમાં પૂજા શરૂ થશે. બંને સમાજ શાંતિ બહાલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. બજાર પણ બુધવારથી ખુલશે. 


પોલીસ પાસે વિસ્તારમાં સુરક્ષાની પણ માગણી કરાઈ છે. જિલ્લાના ડીએસપી એમએસ રંધવાનું કહેવું છે કે અમન કમિટી સાથે મીટિંગ બાદ શાંતિ બહાલ કરવાની કોશિશ થઈ રહી છે. સુરક્ષા વધારવામાં આવી છે. સમય સમય પર રિવ્યુ કરાશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...