શું હવન ખરેખર બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરે છે? રિપોર્ટના તારણો જાણીને દંગ રહી જશો
હવન અને તેની ભસ્મ અંગે જાત જાતના દાવા થતા રહે છે. એવું કહેવાય છે કે હવન બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરે છે. એટલું જ નહીં તેની ભસ્મ ખાતરનું કામ કરે છે. તે જમીનની ફળદ્રુપતા વધારે છે. હવે આ અંગે એક સાયન્ટિફિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટના તારણો ખરેખર ચોંકાવનારા છે. હવનની ભસ્મમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની સાથે પોટેશિયમ પણ પ્રચુર પ્રમાણમાં મળ્યું છે. આ તમામ તત્વો જમીનની ફળદ્રુપતા વધારવા માટે જ રૂરી છે. હકીકતમાં આ તત્વોને વધારવા માટે કેમિકલ ફર્ટીલાઈઝરનો ઉપયોગ પણ થાય છે. રિપોર્ટમાં એક ખાસ વાત સામે આવી છે. આ ખાસ વાત એ છે કે યજ્ઞ બાદ બેક્ટેરિયા અને વાયરસનો લોડ હવામાં ઓછો થયો. આ રિપોર્ટ નિશ્ચિત પણે વૈદિક પદ્ધતિ પર મહોર લગાવે છે. હિન્દુ વેદ શાસ્ત્રોમાં હવન અને યજ્ઞના ફાયદા અંગે જણાવવામાં આવે છે. આપણઆ ઋષિ મુનિઓ રોજ હવન કરતા હતા.
અત્રે જણાવવાનું કે ગાયત્રી પરિવાર ટ્ર્સ્ટે થોડા મહિના પહેલા લખનઉમાં આલમબાગમાં યજ્ઞનું આયોજન કર્યું હતું. તેની ભસ્મ લેબમાં મોકલવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)- સેન્ટ્રલ સોઈલ સેલેનિટી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ રીજનલ રિસર્ચ સ્ટેશને તેનો એનાલિસિસ રિપોર્ટ મોકલ્યો છે.
હવનની ભસ્મમાં મળ્યું ભરપૂર પોટેશિયમ
આ રિપોર્ટ એ લોકોના મોઢા વીલા કરી શકે છે જે હવન અને યજ્ઞ પર સવાલ ઉઠાવતા આવ્યા છે. આ ભસ્મમાં પ્રચુર પ્રમાણમાં પોટેશિયમ મળી આવ્યું છે. પોટેશિયમ સાથે છોડવા માટે લાભકારી કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ખુબ મળ્યું છે.
યજ્ઞ બાદ હવામાં બેક્ટેરિયા ઓછા થયા
મુખ્ય વૈજ્ઞાનિક ડો. સંજય અરોડા તરફથી બહાર પાડવામાં આવેલો આ રિપોર્ટ યજ્ઞના બીજા ફાયદા તરફ પણ ઈશારો કરે છે. રિપોર્ટ કહે છે કે માઈક્રોબિયલ એનાલિસિસ દેખાડે છે કે હવન અને યજ્ઞના અડધા કલાક બાદ બેક્ટેલિયલ અને ફંગસ લોડ ઘટી ગયો. સરળ શબ્દોમાં કહીએ તો હવન અને યજ્ઞ બાદ બેક્ટેરિયા બેક્ટેરિયા અને ફંગસ ઓછા થઈ ગયા.