નવી દિલ્હી: દહીંનું સેવન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની પરેશાનીઓ, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં ક્વોલિટી પ્રોટીન પણ મળી આવે છે. આગળ વાંચો દહીંથી થનાર ફાયદાઓ વિશે વિસ્તારપૂર્વક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચન શક્તિ વધારે
દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓનો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે લોકો માટે ફાયદાકારક છે.  


મોંઢાના છાલાથી રાહત
દહીંની મલાઇને મોંઢાના છાલા પર દિવસમાં 2-3 વખત લગાવવાથી છાલાની પરેશાનીમાં રાહત મળે છે. દહીં અને મધને બરાબર માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજે સેવન કરવાથી મોંઢાના છાલા દૂર થઇ જાય છે. જો તમારી પાસે મધ નથી તો ખાલી દહીં પણ ચાલશે.


હેલ્ધી દિલ
દરરોજ જમવામાં દહીંને સામેલ કરવાથી તમારું દિલ મજબૂત રહેશે અને ઘણી બિમારીઓથી બચાવી શકશો. કારણ કે કોલેસ્ટ્રોલની વધુ માત્રા લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે અને વ્યક્તિને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો રહે છે. એવામાં ફેટ મુક્ત દહીં લોહીમાં બનનાર કોલેટ્રોલની માત્રાને ઓછી કરે છે. અને બ્લડ પ્રેશરની સમસ્યાને પણ દૂર રાખે છે. દહીં ખાવાથી હદય રોગ, હાઇ બ્લડ પ્રેશ અને ગુદા માર્ગની બિમારી થતી નથી.


દાંત અને હાડકાંને મજબૂત બનાવે
દહીંનું સેવન દાંતો અને હાડકાંઓ માટે પણ સારું ગણવામાં આવે છે, કારણ કે શરીર માટે બધા ડેરી ઉત્પાદો સારા ગણવામાં આવે છે પરંતુ દહીમાં પ્રચુર માત્રામાં મળી આવતાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ હાડકાં અને દાંતોને મજબૂતી આપે છે.


મોટાપો ઓછો કરે
દહીંના સેવનથી શરીરની ફાલતૂ ચરબીને દૂર કરી શકાય છે, કારણ કે તેમાં મળી આવનાર કેલ્શિયમ શરીરને ફૂલતાં અટકાવે છે. એટલા માટે ડોક્ટર પણ મોટાપાગ્રસ્ત લોકોને ખાસકરીને દહીંનું સેવન કરવાની સલાહ આપે છે. 


સુંદર વાળ માટે
વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો મળશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.


લૂ નો રામબાણ ઇલાજ
ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય વાત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાછમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.