Child Care: વાયુ પ્રદૂષણથી દર કલાકે 80 બાળકોના મોત થઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના 7.09 લાખ બાળકો મોતને ભેટી રહ્યા છે. તેમાંથી 1.69 લાખ બાળકો ભારતના જ  છે. પ્રદૂષણ ફેલાવનારી આપણી પેઢી શું પોતાની આગામી પેઢીનો જીવ લઈ રહી છે?. શું આપણે પોતાના જ બાળકોના મોત માટે તો જવાબદાર નથી ને?....આ સવાલના જવાબ મેળવીશું અહેવાલમાં....


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    1 વર્ષમાં દુનિયામાં 81 લાખ લોકોનાં મોત

  • 1 વર્ષમાં ચીનમાં 23 લાખ લોકોનાં મોત

  • 1 વર્ષમાં ભારતમાં 21 લાખ લોકોનાં મોત

  • 1 વર્ષમાં દુનિયામાં 7.09 લાખ બાળકોનાં મોત

  • 1 વર્ષમાં ભારતમાં 1.69 લાખથી વધુ બાળકોનાં મોત


આ બધા આંકડા વર્ષ 2021ના છે અને તે કોરોના કે બીજી કોઈ બીમારીના નથી પરંતુ વાયુ પ્રદૂષણથી થયેલા મોતના આંકડા છે. આ અંગેની સ્ટડી હાલમાં જ અમેરિકાની રિસર્ચ સંસ્થા હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટે કરી છે.. સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે આખી દુનિયામાં વાયુ પ્રદૂષણે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. જે રીતે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે તેણે લોકોના શ્વાસમાં ઝેર ફેલાવવાનું કામ કર્યુ છે. 


  • ઝેરી હવા બની મોતનું કારણ

  • વાયુ પ્રદૂષણથી દર કલાકે 80 બાળકોનાં મોત

  • ઝેરી હવા લાખો લોકોનો લઈ રહી છે જીવ

  • નાના બાળકો સૌથી વધુ બને છે શિકાર

  • અમેરિકી રિસર્ચમાં થયો સૌથી મોટો ખુલાસો

  • શું આગામી પેઢીને ઝેરી હવાની ભેટ આપીશું?


દુનિયામાં વધી રહેલું વાયુ પ્રદૂષણ દર કલાકે પાંચ વર્ષ કે તેનાથી નાની ઉંમરના 80 બાળકોના મોતનું કારણ બની રહ્યું છે. દુનિયામાં 7.09 લાખ બાળકોના મોતમાંથી 72 ટકા બાળકોનું મોત તો ઘરમાં થનારા પ્રદૂષણના કારણે થયું છે. જ્યારે 28 ટકા બાળકોના મોતનું કારણ વાતાવરણમાં રહેલી ઝેરી હવા છે. દુનિયામાં વાયુ પ્રદૂષણથી થતાં મોતમાં કયો દેશ અ્ગ્રેસર છે તેની વાત કરીએ તો.


  • 1.69 લાખ બાળકોના મોત સાથે ભારત પહેલા ક્રમે છે

  • ​1.14 લાખ બાળકોના મોત સાથે નાઈજીરીયા બીજા નંબરે છે

  • ત્રીજા નંબરે 68,100 બાળકોના મોત સાથે પાકિસ્તાન છે

  • 31,100 બાળકોના મોત સાથે ઈથોપિયા ચોથા નંબરે છે 

  • 19,100 બાળકોના મોત સાથે બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે


આંકડા પરથી સમજી શકાય છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના 15 ટકા બાળકોના મોતનું કારણ હવામાં ભળેલું ઝેર છે. દક્ષિણ એશિયામાં પ્રદૂષણ એકમાત્ર મોતનું કારણ નથી પરંતુ તેના પછી હાઈ બીપી, ખાણી-પીણી અને તંબાકુ પણ મોટું કારણ છે. જો બાળકો સાથે મોટા લોકોનો આંકડો ભેગો કરી દઈએ તો ભારત અને ચીનમાં 44 લાખ લોકોના મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. એટલે આખી દુનિયાા મોતના 54 ટકા છે.


આ રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે દુનિયામાં ધીમે-ધીમે વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે. તેના પરિબળો પર નજર કરીએ તો 
મોટી-મોટી ફેક્ટરીઓની ચીમનીમાંથી નીકળતો ધુમાડો.
જંગલો સતત સળગવાથી ફેલાડો ધુમાડો...
જ્વાળામુખી ફાટવાથી નીકળતી રાખ અને ધુમાડો...
રોડ-રસ્તાના સતત કામથી ઉડતાં ઝેરી રજકણો....
ડમ્પિંગ સાઈટમાંથી આગથી નીકળતો ઝેરી ગેસ....
તહેવારોમાં ફોડવામાં આવતાં ફટાકડાં....
જૂની અને ડીઝલ ગાડીઓમાંથી નીકળતો ધુમાડો.... 


આ એવા કારણો છે જે દેખીતી રીતે જોવા મળે છે પરંતુ તે સિવાય પણ અનેક કારણો છે. ત્યારે જો આ તમામ પરિબળો પર અંકુશ મૂકવામાં નહીં આવે તો તે દૂર નથી જ્યારે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જશે. આપણે સતત  એવા પ્રયાસો કરવા જોઈએ કે વાયુ પ્રદૂષણ ન થાય. તો જ આવનારી નવી પેઢી શુદ્ધ હવામાં આઝાદીનો શ્વાસ લઈ શકશે.