નવી દિલ્હી : તૈલીય ભોજન આમ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ જ્યારે ભોજન બનાવવા માટે વપરાયેલા તેલનો ફરીથી વપરાશ કરવામાં આવે તો પરિસ્થિતિ વધારે ઘાતક બની જાય છે. સામાન્ય રીતે માર્કેટમાં મળનારા ઓઇલી ખાદ્ય પદાર્થ બનાવવા માટે મોટાભાગે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટમાં મળતા સમોસા અને પકોડા જેવી ખાદ્યવસ્તુઓ બનાવવા માટે સામાન્ય રીતે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણીવાર તો જુના તેલમાં જ નવું તેલ મિક્સ કરી દેવામાં આવતું હોય છે. ઘરમાં પણ વધેલા તેલનો ઉપયોગ શાક તેમજ પરોઠાં કરવા માટે થતો હોય છે. જોકે આ આદત  હાનિકારક સાબિત થઈ શકે છે. 


જો તેલને તમે વારંવાર વાપરો તો એનાથી કેન્સર થવાના ચાન્સ ડબલ થઈ જતા હોય છે. તેલને વારંવાર ગરમ કરવાથી એમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે અને તેલમાં એન્ટિ એક્સિડન્ટ ઓછા થતા હોય છે. આમાં કેન્સરના કિટાણુ ઉત્પન્ન થાય છે જે ભોજન સાથે ચોંટી જાય છે. એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી કોલેસ્ટેરોલ ઓછું થઈ જાય છે જે હૃદયને લગતી બીમારીઓને આમંત્રણ આપે છે. આ સિવાય ભેજવાળા વાતાવરણમાં બહુ જલ્દી બેકટેરિયા ઉત્પન્ન થાય છે અને આ કારણે ચોમાસામાં બહારનું ભોજન લેવાનું ટાળવું જોઈએ.


સ્વાસ્થ્યને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...