કોવિડ સમીક્ષા બેઠકઃ સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને કહ્યું- ઓક્સિજન પર નજર રાખો, ઝડપથી બદલાઈ રહી છે સ્થિતિ
માંડવિયાએ કહ્યુ- જેમ આપણે મહામારીના આ ઉછાળ સામે લડી રહ્યાં છીએ તેવામાં આપણા તરફથી તૈયારીઓમાં કોઈ ચુક ન હોય. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમગ્ર તાલમેલ સાથે અને પ્રભાવી મહામારી મેનેજમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેડિકલ ઓક્સિજનના સંદર્ભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દેખરેખ રાખવાની સલાહ આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીની આ સલાહ એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19 સંક્રમણના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સાથે કોવિડ-19 સમીક્ષા બેઠકને સંબોધતા, માંડવિયાએ તેમના સમકક્ષોને વિનંતી કરી કે "તમામ પ્રકારના ઓક્સિજન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ એવી રીતે કરવામાં આવે કે તે ચાલુ સ્થિતિમાં હોય."
સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને આપી સલાહ
માંડવિયાએ કહ્યુ- જેમ આપણે મહામારીના આ ઉછાળ સામે લડી રહ્યાં છીએ તેવામાં આપણા તરફથી તૈયારીઓમાં કોઈ ચુક ન હોય. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમગ્ર તાલમેલ સાથે અને પ્રભાવી મહામારી મેનેજમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે રાજ્યોને આરોગ્ય માળખાને મજબૂત કરવા, દરેક જિલ્લામાં ટેલિકોન્સલ્ટેશન હબ સ્થાપિત કરવા અને ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સેવાઓ વિશે વ્યાપક જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિયમિત સમીક્ષા કરવા સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Omicron નું હળવું પણ ઇન્ફેક્શન શરીરના આ અંગોને કરે છે નુકસાન, નવી સ્ટડીમાં દાવો
આ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે થઈ બેઠક
એએનઆઈ અનુસાર બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે થઈ છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતાના સમકક્ષોને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઝડપથી ફેરફારની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન ઉછાળમાં, પાંચથી 10 ટકા સક્રિય કેસમાં અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ ઝવાની જરૂરીયાત છે. પરંતુ સ્થિતિ ઝડપથી બદલાય રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ઝડપથી બદલાય શકે છે.
પ્રધાનમંત્રી મોદી કરી ચુક્યા છે સમીક્ષા
એક દિવસ અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં રોગચાળાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે જિલ્લા સ્તરે આરોગ્યની પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને કિશોરો માટે રસીકરણ અભિયાનને મિશન મોડ પર વધુ તીવ્ર બનાવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પીએમ મોદીએ જણાવ્યું હતું કે વધુ કેસોની જાણ કરતા ક્લસ્ટરોમાં સઘન નિયંત્રણ અને સક્રિય દેખરેખ ચાલુ રાખવી જોઈએ અને એવા રાજ્યોને જરૂરી તકનીકી સહાય પૂરી પાડવી જોઈએ.
ભારતમાં COVID-19 કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ઓમિક્રોન વેરિએન્ટને કારણે છે. આ વેરિએન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,79,723 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં દૈનિક સંક્રમણ દર 13.29 ટકા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube