મંત્રી છું તે પહેલા હું એક પિતા છું, મારી પુત્રી પણ ડૉક્ટર છે: આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમની પુત્રી ડૉક્ટર છે જેણે કોરોના કાળમાં દર્દીઓની સતત સેવા કરી છે અને હજુ પણ કરે છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમની પુત્રી ડૉક્ટર છે જેણે કોરોના કાળમાં દર્દીઓની સતત સેવા કરી છે અને હજુ પણ કરે છે.
મંત્રી પહેલા હું એક પિતા છું
સંસદમાં બોલતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'મંત્રી છું તે પહેલા હું એક પિતા છું. મારી પુત્રી ડૉક્ટર છે. તેણે ઈન્ટર્ન ડૉક્ટર તરીકે કોવિડ વોર્ડમાં કામ કર્યું છે. તેણે મને કહ્યું કે તે આ વોર્ડમાં લોકોની સેવા કરશે અને તે ત્યારથી પીડિતોને સેવામાં લાગી છે. જ્યારે પુત્રીએ મને આ વાત કરી, ત્યારે મને થાળી-તાળીનું મહત્વ ગંભીરતાથી મહેસૂસ થયું. જેણે લોકોમાં આ મહામારી સામે લડવાની હિંમત આપી.'
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, જ્યારે દુનિયામાં આ મહામારી ફેલાઈ રહી હતી તે સમયે તપાસ માટે આપણી પાસે ફક્ત એક લેબોરેટરી હતી, આપણી પાસે પીપીઈ કિટ પણ નહતી. ત્યારે મહામારીને પહોંચી વળવા માટે અને વાયરસ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે અન્ય દેશોએ આપણી પાસે દવા માંગી અને આપણા ત્યાંથી 64 દેશોને દવાઓ મોકલવામાં આવી અને આપણે દેશ પર ગૌરવ કર્યું હતું.
આંકડા છૂપાવવાનું કોઈ કારણ નથી
મોતના આંકડા છૂપાવવાના આરોપો નકારતા માંડવિયાએ કહ્યું કે આ આંકડા છૂપાવવાનું કોઈ કારણ નથી. મૃત્યુના કેસોનું રજિસ્ટ્રેશન રાજ્યોમાં થાય છે. રાજ્ય પાસેથી આંકડા આવ્યા બાદ તેને સંકલિત કરીને કેન્દ્ર પ્રકાશિત કરે છે. કેન્દ્રએ કોઈ પણ રાજ્યને આંકડા ઓછા બતાવવાનું કહ્યું નથી.
તેમણે કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસીના 11થી 12 ડોઝ મળવા લાગ્યા છે. ભારત બાયોટેક પણ ઉત્પાદન વધારી રહ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે ભારત બાયોટેક પાસેથી અમે ઉત્પાદન ઈચ્છુક કંપનીઓને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે કહ્યું. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જલદી તેના સારા પરિણામ પણ મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube