કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાથે સાથે એઝીથ્રોમાઈસીન આપવાની ભલામણ કરી છે.
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાથે સાથે એઝીથ્રોમાઈસીન આપવાની ભલામણ કરી છે. મંત્રાલય દ્વારા મંગળવારે બહાર પાડેલા સંશોધિત દિશાનિર્દેશમાં કહેવાયું છે કે આ દવા હાલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓ તથા સ્તનપાન કરાવતી મહિલાઓને અપાઈ રહી નથી.
Coronavirus live updates: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઈ, 35 લોકોના મોત
મંત્રાલયે દિશાનિર્દેશોમાં આ દવાઓની ભલામણ કરતા કહ્યું કે દર્દીઓની સારવાર અંગે હાલના આંકડાઓ મુજબ કોઈ અન્ય એન્ટીવાયરલ દવા કારગર સાબિત થતી નથી. આવામાં સઘન ચિકિત્સા કેન્દ્ર (આઈસીયુ)માં દાખલ થયેલા દર્દીઓને આ બંને દવાઓ એક સાથે આપી શકાશે.
આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ
મંત્રાલયે કોરોનાની ગંભીર અસરવાળા દર્દીઓની સારવારની દવાઓની જૂની સૂચિમાંથી એચઆઈવી વિરોધી દવાઓ લોપીનાવિર અઆને રિટોનાવિરને હટાવી લીધી છે. અત્યાર સુધી દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ આંકડાઓના આધારે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ દવાઓ ગંભીર દર્દીઓ પર કારગર સાબિત થઈ રહી નહતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube