નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના મંત્રાલયની બેઠકમાં બિસ્કિટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે જારી કરાયેલા એક આદેશમાં સ્વાસ્થ્ય મંત્રાયલની સત્તાવાર બેઠકમાં હેલ્દી નાસ્તો રાખવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ઇન્ટરનલ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, ''સ્વાસ્થ્ય મંત્રી ઈચ્છે છે કે બેઠકમાં હેલ્દી સ્નેક્સ રાખવામાં આવે અને બિસ્કિટને દૂર રાખવામાં આવે. હવે વિભાગની કેન્ટિંનમાં બિસ્કિટ વેંચાશે નહીં. સત્તાવાર બેઠકમાં ચણા, ખજૂર, બદામ અને અખરોટ રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદેશમાં તે પણ કહેવામાં આવ્યું છે કે બેઠકમાં પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ ન કરવાના જૂના આદેશનું પણ પાલન કરવામાં આવશે. સર્કુલર 24 જૂનનો છે અને આદેશને તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યું છે. ડો. હર્ષવર્ધનના આ આદેશની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. 


મહત્વનું છે કે બિસ્કિટ મેંદાથી બનાવવામાં આવે છે અને મેંદો કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. આ સિવાય બિસ્કિટ બનાવવામાં ટ્રાન્સ-ફેટ એટલે કે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તે પણ દિલની માંસપેશીઓમાં જામી જાય છે અને કોલેસ્ટ્રોલ વધારે છે, જેથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. બિસ્કિટમાં ટ્રાસ ફેટ્સને લઈને ગ્લોબલ સ્તર પર પણ મુહિમ ચાલી રહી છે. 



સેલિબ્રિટી ડાયટીશિયન રજુતા દિવાકરે આ આદેશને ટ્વીટ કરતા સ્વાસ્થ્ય મંત્રાલયની આ પહેલની પ્રશંસા કરી છે. દિલ્હીની ડાયટીશિયન અર્પિતા આચાર્યએ કહ્યું કે, જો સ્વાસ્થ્ય પ્રધાન સરકારી કેન્ટીનોમાં સવારે અને સાંજે ચાની સાથે બેકરી બિસ્કિટ બંધ કર્યાં હોય તો તે સારૂ છું. સ્વાસ્થ્ય સારૂ રહેશ, લોકો સ્વસ્થ રહેશે, અને સામાન્ય કામ કાજ પણ સ્વસ્થ રહેશે.