ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રોજ સરકાર તરફથી નવી નવી ગાઈડલાઈન (Coronavirus) જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલે દુકાનદારો માટે એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ઈન્ટરનેશનલ હવાઈ સફર કરનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, વિદેશોમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઈઝ સેટ જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત ગાઈડલાઈનથી એકદમ અલગ છે 
હવાઈ મુસાફરીને લઈને સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન 25 નવેમ્બર 2020ના રોજ અપડેટ કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત જો મુસાફર ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાંથી છૂટવા માંગે છે તો તેને મુસાફરી શરૂ કરવાથી 72 કલાક પહેલા કોવિડ 19 આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. નવી સૂચના 2 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ ગાઈડલાઈનથી અલગ છે. આવામાં જો તમે આંતરરાષ્ટ્રીય મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો કેટલીક બાબતો તમારા દિમાગમાં ફીટ કરી લો. જેથી મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય. 


ભારતમાં આગમન થવા માટે સૂચના
- મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોને એરપોર્ટના ઓનલાઈન પોર્ટલ પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મ સબમિટ કરવાનુ રહેશે. મુસાફરી દિલ્હી એરપોર્ટના અધિકારીક વેબસાઈટ www.newdelhiairport.in પર પોતાની નિર્ધારિત મુસાફરથી ઓછામાં ઓછા 72 કલાક પહેલા અથવા સ્વંય એરપોર્ટના હેલ્થ કાઉન્ટર પર જઈને સેલ્ફ ડિકરેલેશન જમા કરાવી શકો છો. 


- મુસાફરને પોર્ટલ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એક વાયદો આપવો અનિવાર્ય રહેશે, જેમાં તેણે એ જણાવવાનું રહેશે કે તે 14 દિવસો માટે પોતાના સ્વાસ્થ્યની સુધિધા-હોમ ક્વોરેન્ટીન-સેલ્ફ ક્વોરેન્ટીન જેવા તમામ સરકારી સૂચનાઓનું પાલન કરશે.


- મુસાફરને હવાઈ સફરની પરમિશન ત્યારે જ મળશે, જ્યારે તેમની મુસાફરી કરવી બહુ જ જરૂરી હશે. મુસાફરોને આ પ્રકારના મામલામાં હવાઈ સફરની અનુમતિ મળશે જેમ કે પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, ઘરમાં કોઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યું હોય અછવા કોઈ માનવ સંકટ આવી પડ્યું હોય. તેમાં પણ તમારે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન રહેવુ પડી શકે છે. 


- કોવિડ 19 આરટીપીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ વગર પહોંચનારા આંતરરાષ્ટ્રીય મુસાફર એરપોર્ટ પર આ સુવિધાનો લાભ પણ ઉઠાવી શકે છે અને ત્યાંથી તપાસ કરીને પોતાનું સર્ટિફિકેટ બનાવી શકે છે. જોકે, જે એરપોર્ટ પર આ સુવિધા નથી, તે મુસાફરોને 7 દિવસ સુધી ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રહેવુ જરૂરી બનશે.