Coronavirusને સમજવાનું થયું સરળ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 નવા લક્ષણ
કોરોના વાયરસ (Coronavirus) સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોના મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તેનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની વેક્સીન શોધવાના કામમાં લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની વેક્સીન (Vaccine) તૈયાર થયા સામાચાર આવી રહ્યાં છે. રાહતની વાત આ પણ છે કે, પહેલાથી ઉપલબ્ધ દવાઓ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફેબિફ્લૂ, ડેક્સોમેથાસોન જેવી દવાઓ પણ આવી છે. જે કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ રહી છે. પરંતુ સતત તેના લક્ષણોમાં ફેરફાર આવી રહ્યાં છે. તેના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોરોનાના વાયરસના નવા 11 લક્ષણોની જાણકારી આપી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોના મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તેનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની વેક્સીન શોધવાના કામમાં લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની વેક્સીન (Vaccine) તૈયાર થયા સામાચાર આવી રહ્યાં છે. રાહતની વાત આ પણ છે કે, પહેલાથી ઉપલબ્ધ દવાઓ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફેબિફ્લૂ, ડેક્સોમેથાસોન જેવી દવાઓ પણ આવી છે. જે કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ રહી છે. પરંતુ સતત તેના લક્ષણોમાં ફેરફાર આવી રહ્યાં છે. તેના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોરોનાના વાયરસના નવા 11 લક્ષણોની જાણકારી આપી છે.
આ પણ વાંચો:- દેશમાં કોરોનાનો આંકડો 10 લાખને પાર, એક દિવસમાં આવ્યું ભયજનક પરિણામ
જ્યારે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ ત્યારે માત્ર 4 લક્ષણ હતા
- ખૂબ જ તીવ્ર તાવ
- સુકી ઉધરસ
- ગળામાં દુખાવો
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
આ પણ વાંચો:- બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત
ત્યારબાદ જેમ જેમ કોરોના વધુ ફેલાતો ગયો તેમ તેના નવા નવા લક્ષણો સામે આવવા લાગ્યા. પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાના નવા 11 લક્ષણો જણાવ્યા છે. પહેલા 4 લક્ષણોની સાથે કોરોના પીડિત દર્દીઓમાં હવે આ લક્ષણ પણ જોવા મળ્યા.
- શીરરમાં તીવ્ર દુખાવો થવો
- સતત માથાનો દુખાવો
- ખૂબ જ ઠંડી સાથે કંપન
- ઉબકા, ઉલટી
- પેટમાં ગડબડ થવી, ઝાડા
- ઉધરસ દરમિયાન કફમાં લોહી નીકળવું
આ પણ વાંચો:- J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
આ પહેલા વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને ગંધ અથવા સ્વાદ અનુભવ ન થવો કોરોનાના મુખ્ય લક્ષણોમાં સામેલ કર્યું છે. ડબલ્યૂએચઓ સહિત દુનિયાના વૈજ્ઞાનિક, શંસોધનકર્તા અને તબીબ કોરોના વાયરસના અન્ય લક્ષણોની ઓળખ અને સંશોધન કરી રહ્યા છે. કોરોના વાયરસના ન્યૂટેશન એટલે કે, રૂપ બદલવાનું પણ વૈજ્ઞાનિકો અને તબીબો માટે પડકાર બન્યું છે.
આ પણ વાંચો:- સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીનું આજે સંબોધન, ઉચ્ચ સ્તરીય સત્રને કરશે સંબોધિત
આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે તેનાથી બચવા માટે 15 ઉપાયો જણાવ્યા છે.
- કોઇપણ વ્યક્તિને મળવા માટે તેને સ્પર્શ કરવાની જગ્યાએ દુરથી બોલાવો.
- પબ્લિક પ્લેસ પર લોકો દ્વારા ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખો.
- હાથથી આંખ, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ ન કરો.
- સમય-સમય પર સાબુથી હાથ સાફ કરતા રહો.
- તમાકુ, સિગરેટ, દારૂ વગેરે વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
- કોઇપણ જગ્યાને સ્પર્શ કરતા પહેલા તેને સાફ કરો.
- જરૂર પડવા પર જ કોઇ યાત્રા કરો.
- તે જગ્યાએ ન જાઓ જ્યાં ભીડ છે.
- પબ્લિક પ્લેસ પર થૂકવું નહીં.
- તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેને હમેશાં એક્ટિવ રાખો.
- જે લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે તેનાથી ભેદભાવ ન કરો.
- ખોટી અફવાઓ અથવા સૂચનાઓથી દૂર રહો.
- કોઇપણ પ્રકારનું લક્ષણ અનુભવો તો કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઇન 1075 અથવા રાજ્યની હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ વાયરસ અંગેની જાણકારી મેળવો.
- જે લોકો માનસિક તણાવ અથવા પરેશાન છે તેમને મનોવૈજ્ઞાનિકની સહાયતા લેવાની સલાહ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube