Corona: કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો, રિકવરી રેટ 87 ટકાથી વધુઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી 18.41 કરોડ વેક્સિન ડોઝ 45થી વધુ ઉંમરના લોકો, હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં ફેલાયેલી કોરોના મહામારી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 20 દિવસથી દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મેએ દેશમાં 17.13 ટકા સક્રિય કેસ હતા, જે હવે ઘટીને 11.12 ટકા રહી ગયા છે. રિકવરી રેટ પણ 87.79 ટકાએ પહોંચી ગયો છે. દેશમાં 2 કરોડ 30 લાખથી વધુ લોકો રિકવર થઈ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, 1 લાખથી વધુ સક્રિય કેસ હવે ઘટીને માત્ર 8 રાજ્યોમાં રહી ગયા છે. 50 હજારથી 1 લાખ સક્રિય કેસવાળા પણ 8 રાજ્યો છે. 50 હજારથી ઓછા એક્ટિવ કેસવાળા 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. માત્ર સાત રાજ્યો છે જે 10 હજારથી વધુ કેસ રિપોર્ટ કરી રહ્યાં છે અને 5થી 10 હજાર વાળા 6 રાજ્યો છે. આ સાથે સ્વાસ્થ્ય સચિવે સૌથી વધુ થઈ રહેલા મૃત્યુવાળા રાજ્યોના નામ જણાવ્યા હતા. તેમણે કહ્યુ કે, 6 રાજ્યોમાં સૌથી વધુ મોત થઈ રહ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, યૂપી, પંજાબ અને દિલ્હી છે.
આ પણ વાંચોઃ CM કેજરીવાલે કહ્યુ- વેક્સિન ખતમ, કઈ રીતે થશે રસીકરણ, મારી આ ચાર સલાહ માની લો
તેમણે કહ્યું કે, દેશમાં 18 રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી 15 ટકાથી વધુ છે, જેમાં લગભગ બધા રાજ્યોમાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 5-15 ટકા પોઝિટિવિટી રેટવાળા 14 રાજ્યો છે. 4 રાજ્યોમાં પાંચ ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી 18.41 કરોડ વેક્સિન ડોઝ 45થી વધુ ઉંમરના લોકો, હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 18થી 44 વર્ષ ઉંમર વર્ગ માટે 92 લાખ ડોઝ વેક્સિન અત્યાર સુધી આપવામાં આવી છે.
લવ અગ્રવાલે જણાવ્યુ કે, બ્લેક ફંગસ માટે એમફોટેરેસિન-બી જે દેશમાં સીમિત સંખ્યામાં ઉપલબ્ધ છે, તેનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. 5 અન્ય કંપનીને લાયસન્સ આપવાનું કામ ચાલી કર્યું છે. હાલ જે મેન્યુફેક્ચર્સ છે તે પણ ઉત્પાદન વધારી રહ્યાં છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube