પ્રિકોશન ડોઝ લેવા માટે કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવાની જરૂર નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય
Coronavirus Covid 19: કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેને કોઈ બીમારી છે, તેણે કોઈ પ્રકારનું સર્ટિફિકેટ દેખાડવાની જરૂર પડશે નહીં.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ લેવા ઈચ્છતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક સારા સમાચાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે, પ્રિકોશન ડોઝ લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોતાની ગંભીર બીમારી (કોમોર્બિટિઝ) નું પ્રમાણપત્ર દેખાડવાની જરૂર પડશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, પ્રિકોશન ડોઝ લેવા સમયે ડોક્ટર પાસેથી કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવા કે જમા કરવાની જરૂર પડશે નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું કે, પ્રિકોશન ડોઝ લેવા ઈચ્છતા લોકો પાસેથી આશા કરવામાં આવે છે કે તે પ્રિકોશન ડોઝ લેવાનો નિર્ણય લેતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube