Coronavirus: IMA નો સ્વાસ્થ્ય મંત્રાલય પર આરોપ, `અમારી સલાહ માનતા નથી, ઊંઘમાંથી જાગવું જરૂરી`
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) શનિવારે કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) `જાગી` જવું જોઈએ અને કોવિડ 19 (Covid-19) મહામારીથી પેદા થયેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં લેવા જોઈએ.
નવી દિલ્હી: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) શનિવારે કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) 'જાગી' જવું જોઈએ અને કોવિડ 19 (Covid-19) મહામારીથી પેદા થયેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં લેવા જોઈએ.
બીજી લહેરને રોકવા માટે પગલાં ન ભર્યા-IMA
ડોક્ટરોના સંગઠન IMA એ પોતાના એક નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભર્યા નથી.
નિવેદનમાં કહેવાયું છે કે 'IMA માગણી કરે છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે ઊંઘમાંથી જાગવું જોઈએ અને કોવિડ-19 મહામારીના કારણે વધી રહેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં ભરવા જોઈએ.'
અયોગ્ય નિર્ણયોથી નવાઈ
નિવેદન મુજબ 'કોવિડ-19 મહામારીની બીજી ભયાનક લહેરના કારણે પેદા થયેલા સંકટમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઢીલાશ અને અયોગ્ય નિર્ણયોને લઈને IMA એકદમ સ્તબ્ધ છે.'
Corona Third Wave: કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં આવશે, IIT કાનપુરના વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો
IMA એ એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે તેમની વાત માનીને પૂર્ણ લોકડાઉન લગાવ્યું હોત તો આજે દૈનિક 4 લાખ કેસ જોવા ન મળ્યા હોત. આજે દરરોજ મધ્યમ સંક્રમિતથી ગંભીર સંક્રમિત થનારા કેસની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. રાતે કર્ફ્યૂ લગાવવાથી કોઈ ફાયદો થયો નથી.
CoWIN Portal માં થયો મોટો ફેરફાર, હવે આ એક વસ્તુ વગર નહીં થાય રસીકરણ
ડોક્ટરોના સંગઠન IMA એ એવો પણ આરોપ લગાવ્યો છે કે કોરોના મહામારી સામે મુકાબલો કરવા માટે જે પણ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેને વાસ્તવિક હાલાત સાથે કોઈ લેવાદેવા નથી. ઉપર બેઠેલા લોકો ગ્રાઉન્ડ હકીકતને સમજવા માટે તૈયાર નથી. IMA ના જણાવ્યાં મુજબ તેમના સભ્યો અને વિશેષજ્ઞોની સલાહને સરકારે બાજુમાં મૂકી દીધી.
IMA એ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાને રોકવા માટે ઈનોવેટિવ ઉપાયો અજમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે 1 મેથી 18 વર્ષની ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. પરંતુ દુ:ખની વાત એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલય આ સમગ્ર મુહિમનો યોગ્ય રોડમેપ બનાવી શક્યું નહીં. રસીના સ્ટોકની તૈયારી કરી શક્યું નહીં. તેના કારણે અનેક જગ્યાએ રસીકરણ ડ્રાઈવ શરૂ થઈ શકી નહીં.
(ઈનપુટ-એજન્સીઓમાંથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube