નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ સંબંધમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના આવી રહેલાં કેસમાંથી પાંચથી 10 ટકા સક્રિય કેસને અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહે છે. પરંતુ તેમણે ચેતવણી આપી છે કે કોરોનાના કેસ જે પ્રકારે વધી રહ્યાં છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ઝડપથી બદલાય શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે કહ્યું કે, સર્વેલાન્સના આધાર પર સ્વાસ્થ્ય કર્મીઓની જરૂરીયાત અને તેની ઉપલબ્ધતાની દૈનિક આધાર પર સમીક્ષા કરવામાં આવે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં સારવારની જરૂરીયાતવાળા સક્રિય કેસના 20-23 ટકાની વચ્ચે હતા. 


કેન્દ્ર હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ વધારવા પર ભાર મૂક્યો
તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટમાં દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે સાથે જ ડેલ્ટાના કેસ પણ સતત વધી રહ્યા છે. આ સંદર્ભમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ મેનેજમેન્ટ અને માનવ સંસાધન પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને વધારવા માટે.


આ પણ વાંચોઃ ભારતમાં ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેરનો પીક? નિષ્ણાંતોએ જણાવી તારીખ  


ભૂષણે કહ્યું કે કોરોનાના હાલના ઉછાળામાં, અત્યાર સુધીમાં પાંચથી 10 ટકા સક્રિય કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. આ સ્થિતિ ઝડપથી વધી રહી છે. તેથી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ ઝડપથી બદલાઈ શકે છે.


નવા કેસમાં 12.5 ટકાનો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે. 


કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube