નવી દિલ્હીઃ દિવાળી પ્રકાશનું પર્વ અને આનંદ-ઉલ્લાસનું પર્વ છે. દિવાળી અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ છે. જોકે, દિવાળીની ચમક-દમક વચ્ચે આપણાં આરોગ્યનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. ફટાકડાના અવાજ અને ધૂમાડાથી તમારા શરીરને નુકસાન ન પહોંચે, તમારા આરોગ્ય પર કોઈ ખરાબ અસર ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફટાકડાના પ્રદૂષણથી બચવા માટે નીચેની બાબતો પર અમલ જરૂર કરશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસ્થમા કે શ્વાસ સંબંધી બિમારી ધરાવતા લોકો
જો તમને કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને અસ્થમા કે શ્વાસ સંબંધિત કોઈ બિમારી છે તો તમારે ડોક્ટર પાસેથી એ સલાહ લઈ લેવાની છે કે ફટાકડાના પ્રદૂષણના કારણે જો તબિયત બગડે તો સૌથી પહેલાં શું કરવાનું છે. ઘરેલુ ઈલાજની કઈ પદ્ધતિ તમે તાત્કાલિક અપનાવી શકો છો, કેમ કે દિવાળીની રજાઓમાં મોટાભાગની હોસ્પિટલોમાં ડોક્ટર્સ ઉપલબ્ધ હોતા નથી. ખાસ તો જ્યાં ફટાકડાનો ધૂમાડો નિકળતો હોય કે વધુ અવાજ થતો હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. 


બેથી વધુ બાળકો ધરાવતા લોકોને નહીં મળે સરકારી સુવિધાઃ ભાજપ શાસિત રાજ્યોની તૈયારી


ફટાકડા ફોડ્યા પછી સાબુથી હાથ ધુઓ
ફટાકડામાં એવા અનેક કેમિકલ્સ હોય છે, જે તમારા માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક કેમિકલ તો એવા હોય છે, જેને સ્પર્શતાં જ તમારી ત્વચામાં બળતરા થવા લાગતી હોય છે. આથી જો તમારા બાળકો ફટાકડા ફોડતા હોય તો ત્યાર પછી તેમના હાથ સારી રીતે સાબુથી ધોવડાવાનું ભુલતા નહીં. 


મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટઃ રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં કર્યો વધારો


ચહેરા અને શહીરના ખુલ્લા ભાગ પર ક્રિમ લગાવો 
દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટતા હોય છે, આથી ફટાકડાનો ધૂમાડો અને નુકસાનકારક કેમિકલ હવામાં ભળી જાય છે. આથી ત્વચાની સાથે તેનો સીધો સંપર્ક રોકવા માટે ત્વચાને તૈલી રાખવી જરૂરી છે. 


તળેલા પદાર્થ ઓછા આરોગવા
દિવાળી સ્વાદિષ્ટ વ્યંજનોનો પણ તહેવાર છે. આથી તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખતા તળેલા પદાર્થો ઓછા ખાવા જોઈએ, કેમ કે ધૂમાડાથી તમારું મન ખરાબ થઈ શકે છે. તળેલા પદાર્થો પચવામાં ભારે હોય છે, જેનાથી તમને શારીરિક તકલીફ થઈ શકે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....