નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવાયાના નિર્ણયને સુપ્રીમમાં પડકારતી અરજીઓ પર આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે લગભગ 14 અરજીઓ દાખલ થઈ છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલાને 5 જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલી દીધો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે આ મામલે સુનાવણી દરમિયાન સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં કાયદાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને તેના માતા પિતાને મળવાની મંજૂરી આપવામાં આવી. કોર્ટે અલીમને તેના પિતાને અનંતનાગમાં મળવાની મંજૂરી આપી. કોર્ટે સરકારને અલીમ સૈયદની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું. 


કાશ્મીર મામલે હવે રાહુલના બદલાયા સૂર, પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું- 'તે ભારતનો આંતરિક મુદ્દો'


સીતારામ યેચુરીને મળી મંજૂરી
આર્ટિકલ 370 પર સુવાવણી દરમિયાન સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીના વકીલે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના બીમાર પૂર્વ વિધાયકને મળી શકતા નથી. એરપોર્ટથી પાછા મોકલી દેવાયા. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે તમે જાઓ. ફક્ત તમારા મિત્રને મળવા માટે, તેમના હાલચાલ જાણવા માટે. પાછા આવો અને કોઈ પણ રાજકીય ગતિવિધિ ન કરો. 


વાત જાણે એમ છે કે એક વકીલ તરફથી દાખલ કરાયેલી અરજીઓમાં કલમ 370 અને કલમ 35એને લઈને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સરકાર આ પ્રકારે કામ કરીને દેશમાં પોતાનું ધાર્યું કરી રહી છે. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે અને કેન્દ્રએ સંસદીય માર્ગ અપનાવવો જોઈએ. આ બાજુ કાશ્મીર ટાઈમ્સના એક્ઝીક્યુટીવ એડિટર અનુરાધા ભસીને પણ અરજી કરી છે. કલમ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવવાની માગણી કરાઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...