નવી દિલ્હી :  CJI રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળીપીઠે આ મુદ્દે સુનવણી કરી હતી. રાફેલ સોદાની વિરુદ્ધ દાખલ તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સીજેઆઇ રંજન ગોગોઇએ સુનવણી દરમિયાન કહ્યું કે, આ સોદાની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટને કોઇ જ વાંધાજનક બાબત કે ગોટાળો થયું હોવાનું નથી લાગી રહ્યું જેથી આ મુદ્દે સીટ દ્વારા તપાસ કરાવવી પણ જરૂરી નથી. આ પ્રક્રિયામાં કોઇ જ ગોટાળો થયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીજેઆઇએ કહ્યું કે, રાફેલ વિમાન સોદાની કિંમતની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનું કામ નથી. અમે કેટલાક લોકોની ધારણાના આધારે ચુકાદો આપી શકીએ નહી. રાફેલ સોદામાં કોઇ જ ગોટાલો થયો નથી. રાફેલ વિમાનની ગુણવત્તા અંગે કોઇ જ શંકા નથી. દેશને સારા વિમાનોની જરૂર છે તો રાફેલ ડીલ પર સવાલ શા માટે ઉઠાવાઇ રહ્યા છે ? 


MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...


ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા રાફેલ વિમાન સોદા અંગે સવાલ ઉઠાવનારી ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠે આ મુદ્દે ચુકાદો આપવાનું શરૂ કર્યું છે. 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો ટાળી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ મુદ્દે બે વકીલ એમએલ શર્મા અને વિનીત ઢાંડા ઉપરાંત એક બિન સરકારી સંસ્થાએ જનહીત અરજી દાખલ કરીને સોદા પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ આ સોદાને રદ્દ કરવા માટેની માંગ પણ કરી હતી. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

અગાઉ સુનવણી દરમિયાન સીજેઆઇ દ્વારા બોલાવાતા વાયુસેનાનાં અધિકારીઓએ પણ કોર્ટમાં હાજર રહ્યાહ તા. એર વાઇસ માર્શલ ચલપતિ કોર્ટ નંબર એકમાં હાજર હતા અને સીજેઆઇ રંજન ગોગોઇનાં સવાલોનાં જવાબ આપતા તેમણે જણાવ્યું કે, આખરે રાફેલની જરૂર શા માટે છે? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ફ્રાંસની સરકારે 36 વિમાનોની કોઇ ગેરેન્ટી નથી આપી પરંતુ વડાપ્રધાનનાં લેટર ઓફ કમ્ફર્સ જરૂર આપ્યો છે.