નવી દિલ્હી: દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયની માઇનોર છોકરીઓની ખતના પ્રથાને પડકાર આપતી અરજી પર હવે સુપ્રિમ કોર્ટની બંધારણીય ન્યાયપીઠ સુનાવણી કરશે. સોમવારે સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ટીમે આ મુદ્દાને પાંચ જજોની બંધારણીય ન્યાયપીઠ પાસે મોકલવાનો આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પણ આ મુદ્દાને બંધારણીય ન્યાયપીઠને મોકલવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતનાને પાક્સો એક્ટ અંતર્ગત ગુનો માનવું અયોગ્ય- સિંઘવી
આગાઉની સુનાવણીમાં મુસ્લિમ સમૂહ તરફથી દલીલ કરતા વકીલ એએમ સિંઘવીએ જણાવ્યું હતું કે બાળકીઓની ખતના પ્રથાને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો માનવું અયોગ્ય છે અને અપરાધ ખોટા ઇરાદાથી થાય છે. તેમણે કહ્યું હતું કે, ખતના ધાર્મિક વિધી છે એવામાં પુરૂષોની સુન્નતની જેમ જ મહિલાઓની ખતનાની પ્રથાનો વિરોધ થવો ન જોઇએ. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે આ દલીલ પુરવાર કરવા માટે પર્યાપ્ત નથી કે દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયની માઇનોર કન્યાઓની ખતના પ્રથા 10મી સદીથી ચાલી આવી રહી છે. આ આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ છે જેના પર કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી શકતી નથી.



ખતના ધાર્મિક પ્રથાનો ભાગ
સુપ્રિમ કોર્ટે આ વાત એક મુસ્લિમ સમૂહ તરફથી દલિલ કરતા વકીલ એએમ સિંઘવીની દલીલોનો જવાબ આપતા કહ્યું હતું. સિંઘવીએ તેમની દલીલમાં કહ્યું હતું કે આ એક જુની પ્રથા છે જે જરૂરી ધાર્મિક પ્રથાનો ભાગ છે અને એટલા માટે તેની કાયદાકીય તપાસ થઇ શકતી નથી. સંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે આ પર્થા બંધારણીય લેખ-25 અને 26નાં અંતર્ગત સંરક્ષિત છે જે ધાર્મિક સ્વતંત્રતાને સંબંધીત છે. કોર્ટે આ મુદ્દા સાથે અસહમત થતા કહ્યું હતું કે આ તથ્ય યોગ્ય નથી કે આ પ્રથા 10મી સદીથી ચાલી આવી રહી છે માટે આ ધાર્મિક પ્રથાનો જરૂરી ભાગ નથી. આ પ્રથાને બંધારણિય નૈતિકતાની પરિક્ષાથી પસાર થવું પડશે.



બંધારણીય લેખ 21 અને 15નો ભંગ
આ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માઇનોર કન્યાઓની ખતના પ્રથા બંધારણીય લેખ 21 અને 15નો ભંગ છે. કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયા જીવવા અને વ્યક્તિગત સ્વતંત્રતા, ધર્મ, જાતિ અને લિંગના આધાર પર ભેદભાવ કરે છે. આ બંધારણીય લેખ-21નો ભંગ છે કેમકે આમાં બાળકીઓને ખતના કરાવી આઘાત પહોંચડવામાં આવે છે. કેન્દ્ર સરકારની તરફથી સુપ્રીમ કોર્ટે જણાવ્યું આવ્યું હતું કે સરકાર અરજીકર્તાની દલીલનું સમર્થન કરે છે તો આ ભારતીય દંડ કોડ (IPC) અને બાળ જાતીય ગુના સલામતી કાયદા (પોક્સો એક્ટ) અંતર્ગત સજાપાત્ર ગુનો છે.