નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ છે. અત્યાર સુધી 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24થી 48 કલાકમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથણીકૂંડમાંથી 2 લાખ 57 હજાર ક્યૂસેક પાણી છોડાયુ
હરિયાણાના યમુનાનગર હાથણીકૂંડ બેરજમાંથી શનિવારે 2 લાખ 57 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કરાણે યમુનાનું જળ સ્તર વધી રહ્યું છે. યમુના પાસેના વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરાયા છે. રાજ્યના સિંચાઈ વિભાગે હાઈ ફ્લડ જાહેર કરીને દિલ્હી સિંચાઈ વિભાગને જાણ કરી છે. દિલ્હીમાં આગામી 72 કલાક બાદ યમુનાનું પાણી દસ્તક આપશે. જેના કરાણે દિલ્હીમાં યમુનાની આસપાસના નીચાણવાળા વિસ્તારો પાણીની ચપેટમાં આવી શકે છે. જળસ્તર હાલ 203 મીટર છે જે ખતરાના નિશાનથી માત્ર એક મીટર નીચે છે. 


યમુનાનગરમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અહીં યમુના નદીનું જળસ્તર 2 લાખ 55 હજાર ક્યુસેક પર પહોંચી ગયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...