Gujarati News: હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પંજાબથી લઈને દિલ્હી સુધી છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના 24 રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં આજે થોડી રાહત મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ ફસાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલમાં ભારે  તબાહી
હિમાચલ પ્રદેશમાં ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન લાહોલ સ્પિતિ સ્થિત ચંદ્રતાલ માટે ચાલી રહ્યું છે. ચંદ્રતાલમાં લગભગ 250 પ્રવાસીઓ ફસાયેલા છે. જ્યારે સિસ્સૂમાં 300 પ્રવાસીઓ ફસાયેલા છે. મોટી પરેશાની ચંદ્રતાલ માટે છે કારણ કે કાલે પણ ત્યાં હેલિકોપ્ટર મોકલવાની કોશિશ કરાઈ હતી પરંતુ સફળ ન થઈ. હવે આજે ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવશે. હિમાચલમાં જો આજે વરસાદ ન પડ્યો તો રેસ્ક્યૂના કામમાં તેજી આવી શકે છે. તબાહી એટલી બધી છે કે રસ્તાઓ ઠીક કરવામાં લાંબો સમય જઈ શકે છે. 


સરકાર સામે સૌથી મોટો પડકાર પ્રવાસીઓનો છે કારણ કે પ્રવાસીઓ પગપાળા ચાલીને મોટા સ્ટેશનો સુધી પહોંચી રહ્યા છે. હિમાચલમાં હાલ 1239 રસ્તાઓ બંધ છે. સિમલામાં સૌથી વધુ 581, મંડીમાં 200, ચંબામાં 116, સિરમૌરમાં 101, હમીરપુર અને લાહોલ સ્પિતિમાં 97-97 રસ્તા બંધ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube