Chennai Rain: ચેન્નઇમાં વરસાદના લીધે પરિસ્થિતિ વણસી, એરપોર્ટ સાંજ સુધી બંધ, અત્યાર સુધી 14ના મોત
ચેન્નઇમાં સતત વરસાદના લીધે સ્થિતિ વણસતી જાય છે. ચેન્નઇ સહિત સમગ્ર તમિલનાડુમાં વરસાદથી અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. લોકોને હાલ વરસાદથી રાહત મળવાના અણસાર નથી. તમિલનાડુના હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તિરૂવલ્લૂર, ચેન્નઇ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ચેન્નઇ: ચેન્નઇમાં સતત વરસાદના લીધે સ્થિતિ વણસતી જાય છે. ચેન્નઇ સહિત સમગ્ર તમિલનાડુમાં વરસાદથી અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. લોકોને હાલ વરસાદથી રાહત મળવાના અણસાર નથી. તમિલનાડુના હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે તિરૂવલ્લૂર, ચેન્નઇ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
રાજધાની ચેન્નઇમાં પહેલાં જ ભારે વરસાદના લીધે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના લીધે આવેલી તબાહીમાં ઘણા માસૂમોનો જીવ પણ ગયો છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લામાં 11 નવેમ્બર માટે ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે રાજ્યના 90 તળાવ અને સરોવર છલોછલ ભરાઇ ગયા છે.
LICની આ સ્કીમમાં એકવાર રોકાણ કરશો તો જીવો ત્યાં સુધી મળશે વાર્ષિક 74,300 રૂપિયા પેન્શન
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube