ચંડીગઢ : ઉત્તરભારતના મોટા ભાગના હિસ્સાઓમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ઘણા ર્જોયમાં પુરની સ્થિતી બનેલી છે.  સોમવારે પણ મોટા ભાગના હિસ્સામાં વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે અત્યાર સુધી 11 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પંજાબમાં ભારે વરસાદને ધ્યાને રાખી રાજ્ય સરકારે સોમવારે  રેડ એલર્ટ ઇશ્યું કર્યું અને તંત્રને સતર્કતા જાળવવા માટેના નિર્દેશ આપ્યા. પંજાબની સાથે જ હિમાચલ અને જમ્મુ કાશ્મીરની શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરી દેવાઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ મુખ્યમંત્રી કાર્યાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં સંભવીત પુર સામે લડવા માટે સોમવારે બેઠક બોલાવી. સરકારે રાજ્યમાં મુશળધાર વરસાદને ધ્યાને રાખી રેડ એલર્ટ ઇશ્યું કર્યું છે. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા તંત્ર અધિકારીઓને એલર્ટ રહેવા માટે સુચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં છેલ્લા બે દિવસોથી વરસાદ થઇ રહ્યો છે અને રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સોમવારે પણ મુશળધાર વરસાદ થયો. 



બીજી તરફ ભાખડા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડે પંજાબ સરકારને એડ્વાઇઝરી ઇશ્યું કરતા જણાવ્યું કે, તેઓ પોંગ ડૈમથી વધારે પાણી છોડશે. ભારે વરસાદના કારણે પહાડી વિસ્તાર અને રાજ્યોમાં ભુસ્ખલન થયું છે. દિલ્હી- એનસીઆરમાં પણ સોમવારે સારે  વરસાદ થયા છે. કૃષી જાણકારોનું કહેવું છે કે પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન થઇ શકે છે. 

પંજાબમાં સેના એલર્ટ પર
પંજાબ સરકારે જિલ્લા નિયંત્રણ કક્ષને કોઇ પણ સ્થિતીને પહોંચી  વળવા માટે સક્રિય કરી દીધી છે. સાથે જ સેનાને ઇમરજન્સી સ્થિતી માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. જિલ્લા તંત્રને સંભવિત પુર પીડિત વિસ્તારમાં બચાવ અભિયાન માટે પુરતી હોડીઓની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું છે.