નવી દિલ્હી: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આ વખતે પણ વરસાદ કેર વર્તાવી રહ્યો છે. તાજેતરમાં સીઝનના પહેલા વરસાદમાં જ મુંબઈ પાણીથી ડૂબાડૂબ થઈ ગઈ હતી. આજે ફરીથી મુંબઈમાં વરસાદ શરૂ  થયો છે. મુંબઈનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ છે. આ સાથે જ બપોરે મુંબઈમાં હાઈટાઈડની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ સવારથી જ મુંબઈ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કાળા વાદળોના કારણે શહેરની વિઝિબ્લિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન  ખાતાએ આગાહી કરી છે કે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે જ પરા વિસ્તારોમાં થોડા સમય માટે સારો વરસાદ પડી શકે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...