Uttarakhand: વાદળ ફાટ્યા, લેન્ડસ્લાઈડ, પિથૌરાગઢમાં 150 મીટર રસ્તો ધોવાઈ ગયો, ઉત્તરાખંડમાં ફરી વરસાદનો કહેર
Heavy Rain In Uttarakhand: ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે અનેક નેશનલ હાઈવેના એક ભાગ સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે. પિથૌરાગઢ જિલ્લામાં બંગાપાનીમાં વરસાદના લીધે નાળા ઉભરાયા છે અને જોરદાર પ્રવાહના કારણે દોઢસો મીટર રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે.
ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે અનેક નેશનલ હાઈવેના એક ભાગ સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે. પિથૌરાગઢ જિલ્લામાં બંગાપાનીમાં વરસાદના લીધે નાળા ઉભરાયા છે અને જોરદાર પ્રવાહના કારણે દોઢસો મીટર રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે. આ રસ્તો બંગાપાનીથી જારાજીબલીને જોડે છે. ગ્રામીણોએ વાદળો ફાટવાના પગલે ભીષણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડના સાત જિલ્લાઓ માટે 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અનુમાન છે કે હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, પૌડી, દેહરાદૂન, પિથૌરાગઢ, બાગેશ્વર, ચંપાવતમાં શનિવાર બપોર સુધી ભારે વરસાદ પડી શકે છે.
વીજ પૂરવઠો ખોરવાયો
ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાયો છે. બડકોટ પાસે રાજતર ગંગનાની વિસ્તારમાં ભારે વરસાદથી ખુબ નુકસા થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. માર્ગ બંધ થવાના કારણે હજુ તેનું આકલન થઈ શક્યું નથી. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક લોકો આ જોઈને ભયભીત થઈ રહ્યા છે.
બડકોટમાં શાળામાં ભરાયા પાણી
ઉત્તરકાશીમાં ભીષણ વરસાદના પગલે યમુના નદીમાં ખુબ કહેર મચી રહ્યો છે. રાજતારમાં ત્રણ નાળા છલકાયા છે. વરસાદના કારણે ઠેર ઠેર પથ્થર અને કાટમાળ આવવાથી ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી શકતી નથી. અહીંની બડકોટ તહસીલના કસ્તૂરબા ગાંધી રેસિડેન્શિયલ બાલિકા વિદ્યાલયમાં પાણી ભરાયા. SDRF ની ટીમ શાળાનું નિરિક્ષણ કરી ચૂકી છે. હાલ કોઈ જાનમાલની હાનિની સૂચના મળી નથી.
હવામાન વિભાગના ડાઈરેક્ટર ડો. વિક્રમ સિંહના જણાવ્યાં મુજબ 23 જુલાઈના રોજ પિથૌરાગઢ, બાગેશ્વર, ઉત્તરકાશી રુદ્રપ્રયાગ, અને ચમોલી જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 24 જુલાઈના રોજ દહેરાદૂન, પૌડી ચમોલી, નૈનીતાલ, પિથૌરાગઢ, અને બાગેશ્વર જિલ્લાઓના મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગામડાઓનો સંપર્ક તૂટ્યો
પૌડીના થલીસૈણમાં શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું. તેનો કાટમાળ રસ્તાઓ પર આવી ગયો. રસ્તાઓ ખોરવાયા. આ ઉપરાંત યમુનોત્રી અને બદરીનાથ માર્ગને પણ બંધ કરાયા. મીડિયા રિપોર્ટસ મુજબ 85થી વધુ સંપર્ક માર્ગ કાટમાળના કારણે બંધ થયા છે. આ ઉપરાંત 200થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે ચમોલીના પહાડોમાં સતત વરસાદના કારણે નેશનલ હાઈવે 109 ગેરસૈણથી કર્ણપ્રયાગ વચ્ચે કાલીમાટીમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. ત્યારબાદ અહીં અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ છે. જ્યારે ભારે લેન્ડસ્લાઈડના કારણે હલ્દ્વાની-નૈનીતાલ નેશનલ હાઈવે બંધ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube