મુંબઈ : દેશના કેટલાક વિસ્તારોમાં હજી ચોમાસુંનું આગમન પણ નથી થયું પણ આર્થિક રાજધાની મુંબઈમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેમાં આગામી દિવસોમાં પણ રાહત મળવાની સંભાવના નથી. ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે. 


હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 


વરસાદના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક....