નવી દિલ્હી: હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દિલ્હી (Delhi)ની આસપાસના વિસ્તારોમાં  (Delhi-Noida) વરસાદ શરૂ થઇ ગયો છે. તો બીજી તરફ કરા પડવાના અહેવાલ છે. થોડા કલાકમાં મધ્યમ તો કહી સામાન્ય વરસાદથી એક તરફ જ્યાં હવામાન ખુશનુમા થઇ ગયું છે તો બીજી તરફ કરા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે થોડા દિવસ પાહેલાં જ શનિવારે વરસાદ અને  કરાની આશંકા વ્યક્ત કરી હતી. વિભાગે આગામી 2-3 દિવસ સુધી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન જમ્મૂ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના સાથે કેટલાક સ્થળો પર હિમવર્ષાની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 


તમને જણાવી દઇએ કે દેશના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી સતત વરસાદ પડે રહ્યો છે. ગત એક અઠવાડિયાથી લોકો કમોસમી વરસાદની માર સહન કરી રહ્યા છે. ભારે આંધી, વિજળી અને કરા સાથે વરસાદથી અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે. તો બીજી તરફ વરસાદના લીધે પાકને થયેલા ભારે નુકસાને ખેડૂતોના ચહેરા પર નિરાશા પાથરી દીધી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે ગત અ24 કલાકમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઘણા વિસ્તારોમાં વિજળી પડતાં 28 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત લખનઉની નજીક સીતાપુર અને લખીમપુર ખીરીમાં થઇ છે. આ બંને જગ્યાઓ પર અત્યાર સુધી કુલ 12 લોકોના મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube